ધર્મભક્તિ ડેસ્ક: કહેવાય છે કે જેનું નસીબ (luck) સારું હોય છે, તેમને કંઈપણ મેળવવા માટે વધારે સંઘર્ષ કરવા પડતા નથી. નસીબદાર (lucky people) લોકોને ઓછી મહેનતમાં જ બધું જ મળી જતું હોય છે. આજે આપણે રાશિઓના આધારે આવા લોકો વિશે જાણીશું. જ્યોતિષ શાસ્ત્ર (Jyotish shastra) અનુસાર કેટલીક એવી રાશિ (Zodiac signs) ઓ હોય છે જેમાં જન્મેલા લોકોને ખૂબ જ ભાગ્યશાળી (Lucky zodiac sogns) માનવામાં આવે છે. તેઓને ખુદને તો તેમના તેજ અને સારા ભાગ્યનો લાભ તો મળે જ છે, પરંતુ તેમના પિતાને પણ તેમના આ ભાગ્યનો લાભ મળે છે.
મિથુન રાશિ (Mithun Rashi): આ રાશિના બાળકો ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતુ હોય છે. તેઓ દરેક બાબતમાં અગ્રેસર હોય છે. તેઓ મહેનતુ હોય છે અને તેમને નસીબનો પણ ખૂબ સાથ મળતો હોય છે. જેના કારણે આ લોકોને દરેક બાબતમાં સફળતા મળે છે. સાથે જ આ લોકો તેમના પરિવારના સભ્યોમાં સૌથી પ્રિય અને પ્રેમાળ હોય છે અને દરેક જગ્યાએ તેમને માન-સન્માન મળે છે. તે તેના પિતા માટે પણ ખૂબ નસીબદાર માનવામાં આવે છે.
કન્યા રાશિ (Kanya Rashi): આ રાશિના લોકોનું મગજ ખૂબ જ ઝડપી અને તેજ ચાલે છે. તેઓ તેમની તીક્ષ્ણ બુદ્ધિ અને સારા નસીબને કારણે ઝડપથી પ્રગતિ કરે છે. આ લોકો દરેક જગ્યાએ પોતાની ઓળખ બનાવવામાં હંમેશા સફળ થાય છે. આ સિવાય તેમની પાસે ધન દોલત અને સુખ સુવિધાઓની કોઈ કમી નથી હોતી. પોતાની બુધ્ધિક્ષમતાને કારણે આવા લોકો કાર્યસ્થળે પણ એક અલગ ઓળખ બનાલી લે છે. આ લોકો પોતાના પિતા માટે પણ ભાગ્યશાળી સાબિત થાય છે.
ધન રાશિ (Dhanu Rashi): આ રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુના પ્રભાવમાં આ રાશિના લોકોના દરેક કામ પૂરા થાય છે. ધનુ રાશિના લોકો પર ગુરૂની વિશેષ કૃપા હોવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આ રાશિના બાળકોને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે તેઓ જે ઘરમાં જાય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. (ડિસક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી. કોઈપણ બાબતને અપનાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)