ખેડા મંદિરમાં સંતોએ ખીચડી તેમજ કઢી બનાવીને જાતે જ જઈને અસરગ્રસ્તોને આપી આવી કપરી સ્થિતિમાં હિંમત ન હારવા અને ભગવાન પર વિશ્વાસ રાખવા માટે કહ્યું હતું. ગુજરાતમાં જ્યારે પણ કુદરતી આપદા આવી છે ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સમાજ સેવામાં ખડેપગે હાજર રહીને સંતો જાતે જ માનવસેવા કાર્યમાં તત્પર રહે છે.