ફેબ્રુઆરી મહિનામાં બે મોટા ગ્રહો સૂર્ય અને શનિની યુતિ (Surya-Shani Yuti) થવા જઇ રહી છે. સૂર્ય અને શનિની યુતિ કુંભ રાશિમાં બનશે. બંને ગ્રહોમાં શત્રુ ભાવ રહે છે, જ્યારે સૂર્ય પિતા અને શનિ પુત્ર છે અને કુંભ શનિની રાશિ છે. તે કુંભના સ્વામી ગ્રહ છે. 13 ફેબ્રુઆરીએ સૂર્ય કુંભ રાશિમાં આવશે અને શનિ પહેલાંથી જ ત્યાં વિદ્યમાન છે, જેનાથી પિતા અને પુત્રની બનેલી યુતિ ત્રણ રાશિના જાતકો (Zodiac will badly affected due to sun-saturn conjunction) માટે કઠીન સમય લાવશે. શનિ અને સૂર્યની યુતિથી કર્ક, વૃશ્વિક અને કુંભ રાશિના જાતકોના જીવનમાં ખરાબ પ્રભાવ પડી શકે છે. તેમની સંપત્તિ, બિઝનેસ અને સ્વાસ્થ્ય (Health) પર ખરાબ અસર થઇ શકે છે.
સૂર્ય-શનિની યુતિ: 13 ફેબ્રુઆરીથી 15 માર્ચ: શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો. મૃત્યુંજય તિવારીના જણાવ્યા અનુસાર, સૂર્ય દેવ 13 ફેબ્રુઆરીએ સવારે 09:57 વાગ્યે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તે સમયે સૂર્યની કુંભ સંક્રાંતિ થશે. 17 જાન્યુઆરીએ રાત્રે 08:02 વાગ્યાથી શનિ કુંભ રાશિમાં છે. આવી સ્થિતિમાં 13 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ બની રહી છે. 15 માર્ચે સવારે 06:47 વાગ્યે સૂર્યદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ શનિ અને સૂર્યની યુતિ સમાપ્ત થશે. કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોએ 13 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી સાવચેત રહેવું પડશે.
વૃશ્ચિક: જે લોકો ધંધા સાથે સંકળાયેલા છે, તે લોકોએ 13 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે સાવચેત રહેવું પડશે. રોકાણ, ઉધાર વગેરે બાબતે તમારે સાવચેત રહેવું પડશે. કારણ કે સૂર્ય અને શનિના સંયોગથી તમને ધંધામાં નુકસાન થઈ શકે છે. તમારે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે, તણાવથી બચવું પડશે, યોગ અને પ્રાણાયામ કરવા જોઇએ. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
કુંભ- શનિ અને સૂર્ય તમારી પોતાની રાશિમાં એક યુતિ બનાવી રહ્યા છે, બંનેના વિપરીત સ્વભાવને કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. યોગ્ય આહાર લો અને યોગ કરો. આ બંને ગ્રહોને કારણે તમારા વૈવાહિક જીવનમાં પણ ખટાશ આવી શકે છે. તમારે તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ અને જીવનસાથીના મંતવ્યોનો આદર કરવો જોઈએ. વાદ વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો. નવો બિઝનેસ કે નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો સમય અનુકૂળ નથી. આ કામ તમે 15 માર્ચ પછી કરી શકો છો.