ધર્મ ભક્તિ ડેસ્ક: 15 મે રવિવારનાં રોજ સૂર્ય (surya Grahan) વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સુર્યનું આ ગોચર સવારે લગભગ 5 કલાક 44 મિનિટે થશે. આ રાશિ પરિવર્તન (Surya Rashi Parivartan) વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણના એક દિવસ પહેલા થવા જઈ રહ્યું છે. તેથી જ્યોતિષીઓ સૂર્યના આગામી રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યા છે. ચંદ્રગ્રહણ (Chandra Grahan 2022) ના એક દિવસ પહેલા જ ત્રણ રાશિ (મિથુન, તુલા અને વૃશ્ચિક) ને સૂર્યના આ ગોચરથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન- સૂર્યના આગામી ગોચર બાદ મિથુન રાશિના જાતકોએ ખૂબ કાળજી રાખવી પડશે. તમારામાં ઉર્જાનો અભાવ થઈ શકે છે. આ સિવાય ભાઈ-બહેન સાથેના સંબંધોમાં કેટલીક ગેરસમજણોનો પણ સામનો કરવો પડી શકે છે. નોકરી-ધંધાની બાબતોમાં પણ થોડી મુશ્કેલી આવી શકે છે. કેટલાક લોકોને પ્રોફેશનલ લાઈફમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તુલા- સૂર્ય ગોચરનો આ સમયગાળો તમારા માટે નાણાંકીય મોરચે થોડો મુશ્કેલ બની શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ મોટી પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ટાળો. જો તમે આવું કરવા જઈ રહ્યા છો, તો તમારા શુભચિંતકોનો અભિપ્રાય અવશ્ય લો. શોર્ટકટ માર્ગે પૈસા કમાવવાની ભૂલ ન કરો. નવો વ્યવસાય શરૂ કરવા માટે થોડો સમય રાહ જોવી વધુ યોગ્ય છે.
વૃશ્ચિક- આ સંક્રમણ વૃશ્ચિક રાશિના લોકો માટે કેટલીક સમસ્યાઓ પણ લઈને આવી રહ્યું છે. આ સમય દરમિયાન તમે સ્વાભાવિક રીતે ગુસ્સે અથવા અડિયલ રહી શકો છો. વ્યાવસાયિક જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે સંબંધ બગડી શકે છે. વિવાહિત જીવનમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. કામના કારણે લાંબી મુસાફરી કરવી પડી શકે છે.