ધર્મ ભક્તિ ડેસ્ક: એપ્રિલ મહિનો અનેક જ્યોતિષીય ઘટનાઓથી ભરેલો છે. હિંદુ નવું વર્ષ (Hindu New Year) વિક્રમ સંવત 2079 એપ્રિલની શરૂઆતમાં જ શરૂ થઈ ગયું છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ (Chaitra Navaratri 2022) ચાલી રહી છે. આ મહિને તમામ 9 ગ્રહોની રાશિમાં ફેરફાર થશે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ ગ્રહોની રાશિ પરિવર્તન અને ગ્રહણ એ ખૂબ જ મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે, જેની અસર દેશ અને દુનિયાની સાથે તમામ લોકો પર પડે છે. તેમજ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 30 એપ્રિલે વર્ષ 2022નું પહેલું સૂર્યગ્રહણ (First Solar Eclipse in 2022) થશે. આ વર્ષે કુલ 2 સૂર્યગ્રહણ થશે. બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં થશે. આ સૂર્યગ્રહણની અસર વિવિધ રાશિ (Zodiac Signs) પર પણ થશે.
ક્યારે શરૂ થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022ના રોજ થવાનું છે. આ સૂર્યગ્રહણ મેષ રાશિમાં થશે. આ સૂર્યગ્રહણ આંશિક રહેશે. જે ભારતીય સમય અનુસાર 30 એપ્રિલની મધ્યરાત્રિએ 12:15 વાગ્યે શરૂ થશે અને 1 મેની સવારે 04:07 વાગ્યે સમાપ્ત થશે. આંશિક સૂર્યગ્રહણને કારણે તેનો સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં. વર્ષનું આ પ્રથમ ગ્રહણ પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે.