આ વર્ષે કુલ 4 સૂર્યગ્રહણ લાગશે જેમાં 2 સૂર્યગ્રહણ અને 2ચંદ્રગ્રહણ હશે. એપ્રિલના મહિનામાં વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગશે. જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણ ત્યારે લાગે છે જયારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવી જાય છે. ચંદ્રની પાછળ છુપાઈ જવાના કારણે સૂર્ય ગ્રહણ લાગે છે જેનાથી થોડા સમય માટે પૃથ્વી પર અંધારું છવાઈ જાય છે. ત્યાં જ સૂર્યગ્રહણની ધાર્મિક માન્યતા એ પણ હોય છે, કે સૂર્યગ્રહણની અસર વિવિધ રાશિઓ પર પણ જોવા મળે છે, ત્યાં જ સુતક કાળનું પણ મહત્વ હોય છે. ચાલો અહીં જાણીએ આ વર્ષે લાગવા વાળા સૂર્યગ્રહણ અંગે બધું જ.
સુતક કાળ માન્ય રહેશે કે નહી: ગ્રહણનો સુતક કાળ ત્યારે જ માન્ય છે જ્યારે તેને જોઈ શકાય. આ સૂર્યગ્રહણ ભારતમાંથી જોઈ શકાશે નહીં, તેથી સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. સુતક સમયગાળો એ સમય છે જેમાં સૂર્યગ્રહણ થાય છે અને ધાર્મિક માન્યતાઓના આધારે, જ્યારે સુતકનો સમયગાળો શરૂ થાય છે ત્યારે લોકોએ કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં, તેથી સુતક કાળના નિયમોનું ધ્યાન રાખવું ફરજિયાત રહેશે નહીં.
સિંહ: સૂર્ય ભગવાનને સિંહ રાશિના સ્વામી માનવામાં આવે છે. એટલા માટે આ રાશિ પર પણ સૂર્યગ્રહણની અસર થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણ સિંહ રાશિ માટે સારું સાબિત નહીં થાય. આ રાશિના જાતકોને તેમના કાર્યોના શુભ પરિણામ મેળવવામાં અવરોધોનો સામનો કરવો પડશે અને ઘણા કાર્યો બગડી પણ શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ન્યુઝ 18 ગુજરાતી માહિતીની પુષ્ટિ કરતું નથી.)