હમેશાંથી ગ્રહણ અંગે એક ખાસ માન્યતા રહી છે કે તેની ખરાબ અસર જાતકનાં જીવન પર પડે છે. આ વખતે શનિચર અમાસનાં દિવસે ગ્રહણ છે. ત્યારે આ ગ્રહણ પર રાહુની છાયા પણ છે. તેની લોકોની ચિંતામાં વધારો છે કે, આ ગ્રહણ જાતકોને કેવી અસર પહોંચાડશે. પણ આ વખતનું વર્ષ 2021નું અંતિમ સૂર્ય ગ્રહણ (Surya Grahan 2021) ચાર રાશિઓ પર મહેરબાન થવાનું છે. આ ગ્રહણ તેમનાં માટે શુભ સાબિત થશે. તેમને જીવનમાં સફળતા અપાવશે અને આવનારો સમય પણ તેમનો સારો જશે. તેમને રંકમાંથી રાજા બનાવે તેવી યુતિ જનમાવે છે. ત્યારે કઇ ચાર રાશિઓ પર રહેશે સૂર્ય દેવની કૃપા ચાલો કરીએ એક નજર