Surya Gochar June 2022: આગામી 15 જૂને સૂર્યનું મિથુન રાશિમાં ગોચર (Surya Gochar) થવાનું છે. તેઓ 16 જુલાઇ સુધી મિથુન રાશિમાં રહેશે. સૂર્યનું રાશિ પરિવર્તન (Surya Rashi Parivartan) વૃષભથી મિથુન રાશિમાં થવા જઈ રહ્યું છે. સૂર્યની આ રાશિ બદલવાથી તમામ 12 રાશિઓ પર અસર પડશે. કોઈના પર સકારાત્મક તો કોઈના માટે નકારાત્મક અસર થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્ય બળવાન હોય તેના ભાગ્યના નક્ષત્રો પણ સૂર્યની જેમ જ ચમકે છે. તેમનો હોદ્દો, પ્રતિષ્ઠા અને કીર્તિ વધે છે.
<br />સિંહ : આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ એકદમ મજબૂત બનતી જણાય. વિવિધ સ્ત્રોતમાંથી લાભ મળવાના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ સમય શ્રેષ્ઠ છે. નોકરી શોધનારાઓને પ્રમોશન મળતું જોવા મળી રહ્યું છે. આ સમય પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સારો છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સાથે જ પ્રોપર્ટી ડીલિંગ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો બિઝનેસ કરનારાઓને પણ ફાયદો થશે. આ સમયે તમારા નવા બિઝનેસ સંબંધો બનશે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કન્યા : જાતકોના કરિયરમાં પ્રગતિ થવાની પ્રબળ સંભાવના છે. કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સારું રહેશે. બોસ સાથે તમારા સંબંધો સારા રહેશે. નોકરી - ધંધે તમને ભાગ્યનો સાથ મળશે. એકથી વધુ માધ્યમથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. સૂર્ય રાશિનું પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ હોઈ શકે છે. તમારા માટે મુસાફરીનો યોગ બની રહ્યો છે, જે તમારા માટે સુખદ રહેશે. જો તમે કોઈ નવી નોકરી શોધી રહ્યા હોવ તો સૂર્યની કૃપાથી તે શોધ ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે.