Surya ka Gochar 2022: કારતક મહિનામાં એકસાથે બે સંપૂર્ણ ગ્રહણ - સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પછી, હવે એક જ અઠવાડિયામાં ચાર ગ્રહોના પરિવર્તનના યોગ બની રહ્યાં છે. પંચાંગની ગણતરી મુજબ 11 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ પછી 13 નવેમ્બરના રોજ વક્રી મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 13 નવેમ્બરે જ બુધ ગ્રહ પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરીને મંગળ સાથે યુતિ કરી છે.
આ ત્રણ ગ્રહો સિવાય, 16 નવેમ્બરના રોજ, ગ્રહ રાજ સૂર્ય પણ તેની રાશિ પરિવર્તન કરીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને વક્રી થયેલા મંગળ અને બુધના પહેલાથી રચાયેલી યુતિને સીધી અસર કરશે. તે પછી પણ, રાશિના જાતકો માટે સમય મુશ્કેલ અને આશ્ચર્યજનક રીતે બદલાતો રહેશે. જાણો ગ્રહોનું આ રાશિ પરિવર્તન તમારી રાશિ માટે કેવું રહેશે અને સૂર્યને અનુકૂળ બનાવવા માટે કોને સૂર્યના ઉપાયો કરવા પડશે.
ત્રણેય ગ્રહો સાથે સૂર્યના રાશિ પરિવર્તનની કેવી થશે અસર : મેષ રાશિ : આ રિાશિના જાતકો માટે આ ચારેય ગ્રહોની યુતિ ખૂબ જ શુભ રહેશે. જૂની ઓળખાણ ધરાવતા મિત્રો-સંબંધીઓ સાથે ફરી મુલાકાત થશે. લાંબા સમયથી અટકેલા કામ પણ પૂરા થશે. ઘરમાં કોઇ મોટુ ફંક્શન થઇ શકે છે. તમારે શાંત રહીને તમારુ કામ કરવાનું છે. ભાગ્ય આપોઆપ તમારા માટે સફળતાના દ્વાર ખોલશે.
વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિ ના લોકો માટે આવનાર સમય સારો રહેશે. સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે, તે વધુ સારું રહેશે કે કોઈ ગેરસમજ ન થવા દો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો (વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય વ્યાવસાયિકો) માટે આવનારો સમય જબરદસ્ત સફળતા લઈને આવશે. એ જ રીતે નવું સપ્તાહ સંશોધન અને વિજ્ઞાન સાથે જોડાયેલા લોકો માટે નવી તકો લઈને આવશે.