રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં હનુમાન ભક્ત સૌથી વધુ છે અને હનુમાનજીના મંદિરો (Hanuman temple) આવેલા છે. જાતજાતના વિચિત્ર નામ ધરાવતા હનુમાનજીના મંદિરો કે ડેરી વગરની એક પણ શેરી મહોલ્લો કે બજાર જોવા નહિ મળે. વઢવાણમાં (wadhavan) અનેક હનુમાન મંદિર છે. તેમાં અતિ પ્રાચીન હનુંનામ ડેરી ખાંડી પોળ વિસ્તારમાં 100 વર્ષ જૂની છે. અનેક ભક્તોનું આસ્થાનું ધામ છે. અહીં આશરે 90 વર્ષથી વડનું ઝાડ ડેરીની પાછળ ઊંભું છે. આ વડના ઝાડના થડમાં હનુમાનજીની (Hanuman in tree) આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.