ધર્મ ભક્તિ ડેસ્ક: 5 જૂને શનિએ પોતાની વક્રી (Shani vakri) ચાલ શરૂ કરી છે અને 23 ઓક્ટોબર સુધી તેઓ આ જ સ્થિતિમાં રહેશે. આ દરમિયાન શનિ પોતાના સ્વરશી મકર રાશિ (Makar rashi)માં પણ ફરીથી પ્રવેશ કરશે. મકર રાશિમાં શનિનો ગોચર (shani gochar) કાળ 12 જુલાઈ 2022થી 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે. આ દરમિયાન અમુક રાશિના જાતકોની શનિ ઢૈય્યા શરૂ થશે તો અમુકને છુટકારો મળી જશે. અહી ઉલ્લેખનિય છે કે, શનિ સાડાસાતીની જેમ શનિ ઢૈય્યા પણ લોકોના જીવન પર અસર કરે છે.
આ રાશિઓ પર શરૂ થશે શનિ ઢૈય્યાઃ 12 જુલાઈએ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે. આ સાથે જ મિથુન અને તુલા રાશિના જાતકો તેની ઝપટે ચડી જશે. આ બંને રાશિઓ પર શનિની ઢૈય્યા 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે. આ પછી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો શનિ ઢૈય્યામાં આવી જશે. શનિ ઢૈય્યા 29 માર્ચ 2025 સુધી આ બંને રાશિઓ પર રહેશે.
વું કરવાથી પ્રસન્ન થશે શનિદેવ: શાસ્ત્રો અનુસાર શનિદેવને પ્રસન્ન કરવાની વિધિ શનિવારે થાય તો વધુ લાભ મળે છે. માન્યતા છે કે, હનુમાન ભક્તો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરવો જોઈએ. આ સાથે શનિવારે કાંસાના બાઉલમાં સરસિયાનું તેલ અને સિક્કો નાખીને તેમાં તમારો પડછાયો જોઈ લો અને તેને કોઈ ગરીબ કે જરૂરતમંદ વ્યક્તિને દાન કરો અથવા શનિ મંદિરમાં વાટકી સાથે તેલ મૂકી આવો. આ સાથે પીપળા નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. માન્યતા છે કે આવું ઓછામાં ઓછા પાંચ શનિવાર કરવાથી શનિદોષમાં લાભ થાય છે.