Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકામાં ટેકરા ઉપર સિહોર માતાજીનું મંદિર આવેલું છે. આ ઐતિહાસિક મંદિરના પ્રાંગણમાંથી દેખાતી સિહોરનગરની સૌંદર્યતા જોઈને આંખને ટાઢક થાય છે. બ્રાહ્મણ જ્ઞાતિમાં જાની પરિવાર સિહોરી માતાને કુળદેવી તરીકે પુજે છે. સિહોર માતાના મંદિર સાથે જુદી જુદી માન્યતાઓ સાંભળવા મળે છે. જણાવી દઈએ કે, અહીં લગ્ન બાદ વરઘોડિયા છેડાછેડી છોડવા આવે છે.