કેતન પટેલ, બારડોલી: પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ અને જ્યોતિર્લીગ સમાન 7000 વર્ષ જૂના 'ઐતિહાસિક કેદારેશ્વર મહાદેવ' નું મંદિર શિવ ભક્તોમાં અનોખી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત જિલ્લો પણ શિવ મંદિરોનું ધામ હોય તેમ વિશેષ મંદિરો અહી આવેલા છે. અને જેમાંનું એક સુરત જિલ્લાના બારડોલી નજીક મીઢોળા નદીના કિનારે આવેલ 7000 વર્ષ પુરાણું '' કેદારેશ્વર મહાદેવ'' મંદિર છે. આ પવિત્ર યાત્રા ધામની મધ્યે શિવજીનું પ્રગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું કેહવાતું આવ્યું છે.
આ મંદિર નિર્માણને 7000 વર્ષ પૂરનું હોવાનું કેહવાય છે અને જેને સમર્થન કરતા ચીનના પ્રવાસી 'યુ એન સંગ' ભારતના પ્રવશે નીકળ્યા હતા ત્યારે તેમના પ્રવાસની નોંધમાં કરેલ વર્ણનમાં બારડોલીના આ કેદારેશ્વર મંદિરનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ હિમાલય નિવાસી સંત અભિરામ દાસ ત્યાગી એ પણ આ મંદીરના દર્શન કરતા હિમાલયના કેદારનાથના જેવી અનુભૂતિ થઇ હોવાની સાથે જ્યોતિર્લીંગ સમાન ગણાવ્યું હતું તેવું કેહવાય છે. જેથી બારડોલી પંથક સહીત ઠેક ઠેકાણેથી મોટી સંખ્યામાં પગપાળા તેમજ પોતાની સગવડે પણ અહી ભક્તો દર્શને આવે છે.