20 સપ્ટેમ્બરે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે. જેથી 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ ચાલશે. પૂર્વજ પોતાની આવનારી પેઢીને ધ્યાનમાં રાખી ઘણા કાર્ય કરે છે. તેમની બદોલત કોઈને ઘર નસીબ થાય છે, તો કોઈને જમીન-જાયદાદ. તેમના કર્જને ઉતારવા માટે સનાતન ધર્મમાં પિતૃપક્ષનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. જેથી શ્રાદ્ધ શરૂ થવાને માત્ર બે દિવસ બાકી છે. આ દરમ્યાન આપણે વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, નહી તો પિતૃ-દોષનો શિકાર થઈ શકાય છે, અને ઘરમાં ગરીબી અને કંગાળી આવી શકે છે.
શાસ્ત્રો અનુસાર, પિતૃપક્ષ તેવો સમય હોય છે, જ્યારે પિતૃલોકના દ્વાર ખુલે છે અને આપણા પૂર્વજો ધરતી પર વિચરણ કરે છે. આ સમયે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, જેનાથી તેમને મોક્ષ મળે છે. શાસ્ત્રોમાં આ દરમ્યાન કેટલીક સાવધાની રાખવાનું વિધાન છે. જો તમે પિતૃઓના કોપનો ભોગ બનવા ના માંગતા હોવ તો, જાણો પિતૃપક્ષ દરમ્યાન કઈ-કઈ સાવધાની રાખવી જરૂરી છે.
આ દરમ્યાન નવા કપડા પહેરવા અને ખરીદવા ના જોઈએ. આવું કરવાથી પણ તમે પિતૃદોષના ભાગીદાર બની શકો છો. જૂઠુ બોલવું, કોઈનું ખરાબ ઈચ્છવું કે કરવું જેવા અનૈતિક કામ પણ આ દરમ્યાન ના કરો તો, તમને પિતૃઓનો આશિર્વાદ મળશે. (Disclaimer: આ લેખમાં રજૂ કરવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ માન્યતાઓ પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.)