વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેઓ કર્મો મુજબ ફળ આપે છે. ત્યારે આગામી 23 ઓક્ટોબર, 2022ના રોજ શાનિદેવ મકર રાશિમાં વક્રી છે. જેના પરિણામે ધનતેરસના દિવસથી શનિની સીધી ચાલ શરૂ થશે. શનિની ચાલ 17 જાન્યુઆરી, 2023 સુધી માર્ગી રહેશે. તેમજ આ સમય દરમિયાન શનિ ઘનિષ્ઠ નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્ર મંગળનું છે.
અહીં ઉલ્લેખનિય છે કે, શનિ અને મંગળ એકબીજા સાથે શત્રુતાનો ભાવ ધરાવે છે. આ રીતે શનિ-મંગળના અશુભ યોગ રચાશે. જેની નાની-મોટી અસર તમામ રાશિઓ પર પડશે. શનિની મહાદશામાં વક્રી ગતિ ઘણી તકલીફ આપે છે. જોકે, શનિ માર્ગી હોવાના કારણે સાડા સાતી કે ઢૈયા ચાલતી હોય એવી 5 રાશિઓના જાતકોને થોડીઘણી રાહત મળશે. ચાલો જાણીએ કઇ રાશિઓના જાતકોને શનિ માર્ગીના કારણે મળશે રાહત