જો કોઈ વ્યક્તિ પર શનિની મહાદશા ચાલી રહી હોય તો તે વ્યક્તિએ નશો, વ્યસન, ખોટા વ્યવહારથી દૂર રહેવું જોઈએ. આવા વ્યક્તિએ મહિલાઓ, વડીલો, અસહાય અને મહેનતુ મજૂરોનું અપમાન ન કરવું જોઈએ. જ્યારે આવું થાય છે ત્યારે શનિદેવ કઠોર દંડ પણ આપે છે. સાથે જ જ્યોતિષમાં શનિદેવની કૃપા મેળવવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે.
જો તમે પણ શનિની મહાદશામાં તમારા કરિયર અને બિઝનેસમાં પ્રગતિ કરવા માંગતા હોવ તો શનિવારે સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષને જળ અર્પિત કરો અને સાંજે તે જ વૃક્ષની નીચે લોખંડના વાટકામાં ચારમુખી દીવો પ્રગટાવવો શુભ છે. આ પછી ત્યાં ઊભા રહીને શનિ ચાલીસાનો પાઠ કરો. કોઈ ગરીબને ભોજન અર્પણ કરો અને પોતે પણ સાત્વિક રહો.