શનિદેવ કર્મફળ દાતા અને ન્યાયના દેવતા છે. તેઓ દરેક વ્યક્તિને તેમની દશા આવવા પર શુભ અને અશુભ ફળ આપે છે. જે લોકો સારા કર્મ કરે છે એમને શનિ સારું ફળ પ્રદાન કરે છે. જે લોકો ખરાબ કર્મો કરે છે, એમને સાડાસાતી અને ઢૈયામાં દુઃખ ભોગવવું પડે છે. કેટલાક લોકો પર શનિદેવ હંમેશા જ નારાજ રહે છે અને તેઓ દંડ પણ આપે છે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગાધ્યક્ષ ડો. મૃત્યુંજય તિવારી પાસે જાણીએ કે શનિદેવ કેવા લોકો પર નારાજ રહે છે અને એમની કઈ આદતો શનિની કુદ્રષ્ટિ માટે જવાબદાર હોય છે.