કરિયરમાં પ્રગતિના યોગ: કુંભ રાશિમાં શનિના ગોચર પછી તમે તમારી કારકિર્દીમાં ઝડપી પ્રગતિ કરશો. જો તમે તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરશો, તો ચોક્કસપણે તમને સારા પરિણામ મળશે. મતલબ કે તમે જેટલી મહેનત કરશો તેટલા સારા પરિણામો તમને તેના પ્રમાણમાં મળશે. કરિયરની દ્રષ્ટિએ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે.
નોકરી પર કેટલી અસર?: નોકરી કરતા લોકોને શનિના કુંભ રાશિમાં ગોચર પછી ખૂબ જ શુભ પરિણામ મળશે. શનિના ગોચર પછી નોકરીમાં પણ તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમારું વ્યક્તિત્વ સુધરશે. તમે મજબૂત વ્યક્તિત્વના સ્વામી બનશો. તમે જે કામ કરશો તેમાં સ્થિરતા રહેશે. તમારા કામની ચારેબાજુ પ્રશંસા થશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના ચાન્સ પણ છે.
સંબંધો પર શું અસર થશે?: કુંભ રાશિમાં શનિના આગમન પછી તમને ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે. પરંતુ વિવાહિત જીવનમાં તમારે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. વિવાહિત જીવનની દૃષ્ટિએ આ ગોચર બહુ સારું નથી. કામના કારણે તમે થોડા સમય માટે તમારા જીવનસાથીથી દૂર રહી શકો છો. પરસ્પર સંવાદિતા બનાવીને તમે આ સમયનો પૂરો લાભ ઉઠાવી શકશો.