શનિ ગોચર-ગુરુ ગોચરથી ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય : મેષ રાશિ : મેષ રાશિના જાતકો માટે શનિ ગોચર અને ગુરુ ગોચરથી રચાઇ રહેલા અંખડ સામ્રાજ્ય રાજયોગ અત્યંત શુભ ફળદાયી સાબિત થઇ શકે છે. આ જાતકોની આવકમાં જબરદસ્ત વધારો થઇ શકે છે. ધન ઝડપથી વધશે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા લોકોને ઘણો લાભ થશે. આ ઉપરાંત શેર બજાર અથવા અન્ય જોખમ ભરેલા રોકાણથી પણ લાભ થવાના યોગ બનશે. દેવામાંથી મુક્તિ મળશે. શાસન-પ્રશાસન સાથે જોડાયેલા લોકોને લાભ થશે.