

નક્ષત્રનાં પરિવર્તનની ઘણી મહત્વની અસર આપણાં જીવનમાં થાય છે. આવનારા બુધવારે એટલે કે 18 સ્પટેમ્બરનાં રોજ ન્યાયનાં દેવતા જે વ્યક્તિઓનાં કર્મોનાં આધારે તેને ફળ આપે છે તે શનિ દેવ તેમની ચાલ બદલે છે. શનિ 30 એપ્રિલથી 2019થી વક્રી હતો જે 18 સપ્ટેમ્બરનાં રોજ ધન રાશિમાં વક્રીથી માર્ગી થવા જઇ રહ્યો છે. શનિ જે ધન રાશિમાં અત્યાર સુધી વક્રી ચાલતો હતો તે સીધો ચાલશે. શનિનું માર્ગી થવું શુભ માનવામાં આવે છે.


શનિનાં માર્ગી થવાની અસર- બે ગ્રહ રાહુ અને કેતુને છોડીને 18 સપ્ટેમ્બરનાં રોજ તમામ ગ્રહ માર્ગી થશે. શનિનાં માર્ગી થવું હોય કે વક્રી થવું હોય આ બંને ઘટના પૃથ્વીવીસીઓ માટે મોટી ધટના છે. જે રાશિમાં શનિનું ભ્રમણ કરતાં સમયે મધ્ય કે વક્રી રહે છે ત્યારે માનસિક પિડાનો સામનો કરવો પડે છે. શનિ જો માર્ગી થાય ત્યારે રાશિ જાતકોની તમામ સમસ્યા મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. શનિનાં માર્ગી થવાથી ખાસ કરીને મેષ અને સિંહ રાશિ માટે આ સમય ખુબજ શુભ છે.


આ રાશિ માટે શુભ- શનિનું 18 સપ્ટેમ્બરનાં ધન રાશિમાં માર્ગી થવાથી મેષ, કર્ક, સિંહ,કન્યા વૃશ્ચિક, કુંભ અને મીન રાશિ માટે લાભકારી છે.


આ રાશિ માટે અશુભ- શનિની ચાલ બદલાવવાથી કેટલીક રાશિ માટે આ સમય સતર્ક રહેવાનો છે જેમાં વૃષભ, મિથુન, તુલા, ધન અને મકર