મેષ: - મેષ રાશિના લોકો માટે શનિદેવ 10માં ભાવમાં બિરાજશે. આ ઘર કામ અને વ્યાવસાયિક જીવન સાથે સંબંધિત છે. શનિ અસ્ત થયા પછી, તમારી સામાજિક છબીને નુકસાન થઈ શકે છે. નોકરી-વ્યવસાય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. ધનહાનિ થઈ શકે છે. રોકાણની યોજનાઓ હાલ પુરતી મુલતવી રાખો. અસ્ત શનિ વિવાહિત જીવનમાં પણ અવરોધો ઉભી કરી શકે છે.
કર્કઃ- તમારી રાશિના સાતમા ભાવમાં શનિ અસ્ત થવાના છે. અસ્ત શનિ તમને કારકિર્દીની દ્રષ્ટિએ પરેશાન કરી શકે છે. ખાસ કરીને પાર્ટનરશીપમાં ધંધો કરનારાઓએ ખૂબ કાળજી રાખવી પડશે. જો તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો, તો તેને હાલ પૂરતું મુલતવી રાખો. 33 દિવસ પછી જ્યારે શનિનો ઉદય થશે ત્યારે તે કરવું યોગ્ય રહેશે. વિવાહિત લોકોએ પણ આ સમયગાળા દરમિયાન ખૂબ કાળજી રાખવી પડશે.
સિંહ: - તમારી રાશિના છઠ્ઠા ભાવમાં શનિ અસ્ત થશે. અસ્ત શનિ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આપી શકે છે. પરિણામે, રોગો પર તમારો ખર્ચ વધી શકે છે. આકસ્મિક ખર્ચ તમારું આખું બજેટ બગાડી શકે છે. તેમજ અશુભ સમાચાર તમારા તણાવનું કારણ બની શકે છે. વેપારી વર્ગના લોકોને પણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન કોઈ પણ મોટો નિર્ણય સમજી-વિચારીને લો.
વૃશ્ચિક - તમારી રાશિના ત્રીજા ભાવમાં શનિનો અસ્ત થશે. અસ્ત શનિ તમારા ભાઈ-બહેન સાથેના સંબંધોને અસર કરી શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લો. વ્યવસાયમાં પ્રયોગો તમારા માટે ભારે પડી શકે છે. આ સમયગાળા દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે. મુસાફરી દરમિયાન પણ ખાસ કાળજી રાખો.
કુંભઃ- શનિ તમારી રાશિનો સ્વામી છે અને તેઓ આ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. કરિયરના મામલે તમારે થોડું સાવધાન રહેવું પડશે. તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે. નોકરી કરતા લોકોને ઘણા તણાવનો સામનો કરવો પડી શકે છે. નવી નોકરી શોધવાનો વિચાર હાલ પૂરતો મુલતવી રાખવો. વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે મતભેદ પણ થઈ શકે છે.