કર્મફળ દાતા શનિદેવ આજે 31 જાન્યુઆરીએ અસ્ત થઇ ગયા છે. શનિદેવ પોતાની ત્રિકોણ રાશિ કુંભમાં જ અસ્ત થયા છે. આ 33 દિવસો સુધી કુંભ રાશિઆ અસ્ત રહેશે. પછી 5 માર્ચ રાત્રે 8.46 વાગ્યે શનિનો કુંભમાં ઉદય થશે. આ 33 દિવસમાં જે રાશિઓ પર દુષ્પ્રભાવ પડી શકે છે અથવા જેના પર શનિની સાડાસાતી, ઢૈયા અથવા શનિ દોષ છે,એ લોકોએ શનિ અસ્ત રહ્યા સમયે પણ ખોટા કાર્ય ન કરવા જોઈએ કારણ કે એમના પર ખરાબ અસર પડી શકે છે.