

Chandra Grahan 2020 date and time : વર્ષ 2020નું બીજું ચંદ્રગ્રહણ 5 જૂન એટલે કે શુક્રવારે થશે (Lunar Eclipse). કોરોના કાળમાં આ આપદાને ચંદ્ર ગ્રહણ સાથે ખગોળ શાસ્ત્ર પણ મહત્વની માનવામાં આવે છે. ખગોળ વિજ્ઞાનનું માનીએ તો સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા જ્યારે સીધી રેખામાં આવે છે. અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય છે તો જેના કારણે ચંદ્રગ્રહણ સર્જાય છે. 2020નું આ બીજું ચંદ્ર ગ્રહણ અનેક રીતે મહત્વનું સાબિત થઇ શકે છે.


5-6 જૂન જે ચંદ્ર ગ્રહણ થશે તે એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. જેને ભારત સમેત યુરોપના મોટાભાગના વિસ્તારો, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણી અમેરિકા, પ્રશાંત અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં જોવા મળશે. ચંદ્ર ગ્રહણનો સમય 5 જૂન રાત્રે 23:16 થી 6 જૂન સવારે 02:34 સુધીનો છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે.


હિંદુ પંચાગ મુજબ આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠ નક્ષત્રમાં, જ્યેષ્ઠ શુક્લની પૂર્ણિમાની તિથિ પર થશે. જ્યોતિષાચાર્યો મુજબ આ ગ્રહણ નહીં પણ ગ્રહણની ઉપછાયા હશે. માટે મંદિરોને આના માટે કરીને બંધ રાખવાની જરૂર નહીં પડે. બદરીનાથ મંદિર સહિત દેશના અનેક મંદિરો આના કારણે બંધ નહીં રહે.


જ્યોતિષમાં ઉપચ્છાયા ચંદ્રગ્રહણને ચંદ્રગ્રહણ નથી માનવામાં આવતું. કાલે જે ચંદ્રગ્રહણ થશે તે આજ ઉપચ્છ્યા ચંદ્રગ્રહણ છે. આમાં ચંદ્રનો કોઇ ભાગ ગ્રાસિત નથી થતો અને માટે તેને ગ્રહણની મુખ્ય ક્ષેણીમાં મૂકવામાં નથી આવતો. આ કારણે જ આ ચંદ્રગ્રહણનું કોઇ સૂતક પણ નથી લાગતું.


5 જૂન થનારા આ ચંદ્ર ગ્રહણ 3 કલાક અને 18 મિનિટ માટે રહેશે. આ એક પેનુમબ્રલ ચંદ્ર ગ્રહણ હશે. ચંદ્ર ગ્રહણ 5 જૂન રાત્રે 11:15 વાગ્યાથી શરૂ થશે અને 12:54 કલાકે તેની સૌથી વધુ અસર જોવા મળશે. અને 6 જૂને 2:34 કલાકે તે પૂર્ણ થઇ જશે. જો કે આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ છે તો તેનું કોઇ સૂતક કાળની લાગે. Disclaimer : આ લેખ સર્વસામાન્ય જાણકારીને આધારિત છે. અને ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું. આ મામલે અમલ કરતા પહેલા જાણકારોની સલાહ લેવી.