

પવિત્ર શ્રાવણ માસ હાલ ચાલી રહ્યો છે. અને શિવ ભક્તો માટે આ પવિત્ર મહિનાનું અનોખું મહત્વ છે. અને શિવભક્તો આ પાવન અવસર પર પૂજા-પાઠ સમેત દાન-પુણ્ય અને ઉપવાસ કરે છે. શ્રાવણ માસમાં શિવકથા સાંભળવાથી પણ પુણ્ય મળે છે. ત્યારે આજે અમે તમારા માટે સનત કુમારો અને શિવજીની આવી જ એક કથા લઇને આવ્યા છીએ. (Sawan 2020, shiv)


તે વાત તો બધા જ જાણે છે કે ચોમાસાના સમયમાં દર વર્ષે શ્રાવણ મહિનો આવે છે. અને આ મહિનો શિવજીને પણ એટલો જ પ્રિય છે. શિવભક્તો દર વર્ષે પવિત્ર શ્રાવણ માસની રાહ જોવે છે. અને આ મહિનામાં પૂજા અર્ચનાથી ભોળેનાથને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.


ત્યારે એક પૌરાણિક કથા શ્રાવણ માસ, શિવજીને કેમ લોકપ્રિય છે તે વાત સાથે જોડાયેલી છે. એક વાર સનત કુમારોએ ભગવાન શિવને પુછ્યું કે પ્રભુ તમને શ્રાવણ માસ કેમ આટલો પ્રિય છે. જે પર શિવજીની સસ્મિત સાથે જવાબ આપ્યો કે જ્યારે દેવી તેમના પિતા દક્ષના ઘરમાં યોગશક્તિ દ્વારા પોતાના દેહને ત્યાગ કર્યો તે પહેલા દેવી સતીએ મહાદેવને પ્રત્યેક જન્મમાં તેમના પતિના રૂપમાં મેળવવાના પ્રણ લીધા હતા.


પોતાના બીજા જન્મમાં દેવી સતીએ રાજા હિમાચલ અને રાણી મૈનાના ઘરમાં પાર્વતી રૂપે જન્મ લીધો. જે પછી પાર્વતી રૂપમાં દેવીએ યુવાઅવસ્થામાં શ્રાવણ મહિનામાં જ અન્ન, જળ ત્યાગી, નિરાહર રહીને કઠોર વ્રત કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. અને જે પછી જ્યારે શિવજી તેમને વરદાન માંગ્યું તો પાર્વતી તેમને પત્ની સ્વરૂપે સ્વીકારવાની માંગણી કરી હતી.