પવિત્ર શ્રાવણ (sawan mahina 2020) માસની શરૂ શરૂઆત આજથી થઇ ગઇ છે. દેવોના દેવ મહાદેવની લીલા અપરંપાર છે. શાસ્ત્રોમાં મહાદેવને ગૌરવ, શાંત સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તમામ ભગવાનોમાં ભોળેનાથ સૌથી ભોળા ભગવાન છે. તેમના સ્મરણ માત્રથી જ તેમના ભક્તોના કષ્ટ દૂર થાય છે. નિરાકાર શિવ (Shiv) હોય કે સાકાર શંકર બંનેના સ્મરણથી દુખોનો નાશ થાય છે અને મનને અંદરથી બળ મળે છે.
આજકાલ કોરોના કાળમાં લોકોમાં તણાવ અને મનમાં અશાંતિનો ભાવ વધ્યો છે. ત્યારે તન મનને શાંત રાખવા માટે એક મંત્ર વિષે અમે તમને જણાવીશું. શ્રાવણ માસના આ પવિત્ર સમયમાં આ મંત્રના જાપથીત મને લાભ થઇ શકે છે. જ્યારે તેવો સમય આવે કે મગજ અશાંત હોય, ખૂબ ચિંતા હોય, ભવિષ્ય અંધકારમય હોય અને પોતાના પર પણ વિશ્વાસ ઓછા થવા લાગે ત્યારે આસ્થામાં લીન થવા માટે તમે આ શિવમંત્રની મદદ લઇ શકો છો. પૌરાણિક માન્યતા મુજબ આ મંત્રના નિયમિત જાપથી ભગવાન ભોલેનાથ તો પ્રસન્ન થાય જ છે સાથે જ મન અને તન પણ શાંતિ મળે છે. ત્યારે આ મંત્ર ક્યારે કેવી રીતે કરવો વાંચો અહીં.
वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं.<br />वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनांपतिम्..<br />वन्दे सूर्य-शशाङ्क-वह्निनयनं वन्दे मुकुन्दप्रियं.<br />वन्दे भक्तजनाश्रयञ्च वन्दे शिवं शङ्करम्..<br />108 વાર આ મંત્રનો જાપ કરો. જેથી શિવજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. અને તમારી મુશ્કેલીઓમાં રાહત મળે. આ પછી પ્રભુને ભોગ લગાવીને આ પ્રસાદ પરિવારના લોકોને પણ આપો.
માન્યતા છે કે આ મંત્રથી ભગવાન શિવશંકર તમારી પર પ્રસન્ન થાય છે અને મન અને તન બંનેના આ મંત્રના જાપથી શાંતિ મળે છે. આ મંત્રથી મનુષ્યના શરીરની નકારાત્કમક શક્તિઓ દૂર થાય છે અને મનમાં સકારાત્મક વિચારો આવે છે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી આની કોઇ પુષ્ટી નથી કરતો. આ પર અમલ કરવા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.