હિંદુઓનો માટે પવિત્ર શ્રાવણ માસનું (Sawan 2020) અનોરું મહત્વ છે. શિવભક્તો દર વર્ષે આવતા ભોળેબાબાના આ અનોખા પાવન માસની હંમેશા રાહ જોતા હોય છે. અને ઉપવાસ, ધાર્મિક પૂજા અર્ચના કરીને ભોળેનાથની કૃપા મેળવતા હોય છે. શિવભક્તો માટે પવિત્ર શ્રાવણ માસ કોઇ ઉત્સવથી ઓછો નથી. વળી દેવાધિદેવ મહાદેવની (Shiv pooja )પૂજા અર્ચના કરવાથી કહેવાય છે કે તમામ કષ્ટ અને પાપનો નાશ થાય છે.
શ્રાવણ માસમાં શિવજીની વિશેષ કૃપા જોઇતી હોય તો 108 બિલિપત્રને પાણીથી સાફ કરી તેને ચંદનમાં ડુબાડી શિવલિંગ પર અર્પિત કરો. સાથે જ દરેક બિલિપત્ર સાથે ઓમ હૈ જૂ સ: મંત્રનો જાપ કરો. જેથી તમારી સ્વાસ્થયને લગતી સમસ્યા દૂર થશે. વળી દૂધમાં ડૂબાડીને બિલિપત્રો શિવજીને અર્પિત કરવાથી પણ ખાસ લાભ મળે છે. સંતાન પ્રાપ્તિ માટે તમે સોમવારે શિવજીની આ રીતે પૂજા કરી શકો છો.