ધર્મ ભક્તિ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિના રાશિ પરિવર્તન (Shani Gochar)થી કોઈના જીવનમાં ખુશી તો કોઈના જીવનમાં દુઃખ આવે છે. કારણ કે જ્યારે પણ આ ગ્રહ પોતાની રાશિ બદલે છે, ત્યારે શનિની દશા કોઈના પર શરૂ થઈ જાય છે, તો કોઈને તેનાથી છૂટકારો મળી જાય છે. તમને જણાવી દઇએ કે આવનારા સમયમાં શનિ ફરીથી રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. શનિની આ ચાલથી અનેક રાશિના (Zodiac Sign) લોકોને અસર થશે. કારણ કે શનિનું આ પરિવર્તન શનિની વક્રી પછી થઈ રહ્યું છે. જાણો ક્યારે શનિ રાશિ બદલશે અને ક્યારે શનિ ઢૈય્યા (Effect of Shani Dhaiya) શરૂ થઇ જશે?
શનિ ઢૈય્યાથી બચવાના ઉપાય- શનિ ઢૈય્યા દરમિયાન જીવનમાં ઘણા ઉતાર-ચઢાવોનો સામનો કરવો પડે છે અને તમારા કાર્યો પણ બગડી શકે છે. શનિ ઢૈય્યા દરમિયાન દગો મળવાની શક્યતા સૌથી વધુ હોય છે, તેથી લોકો પર વિશ્વાસ કરતા પહેલા સતર્કતા રાખવી જોઇએ. તે માટે તમારે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઇએ અને કીડીઓનું કીડીયારું ભરવું જોઇએ. તેનાથી શનિ ઢૈય્યાની અસર ઓછી થાય છે. શનિ દેવને સરસવનું તેલ અર્પિત કરવું જોઇએ.
આ રાશિઓ પર શરૂ થશે શનિ ઢૈય્યા- શનિ મકર રાશિમાં પ્રવેશ કરતા જ શનિ મિથુન અને તુલા રાશિ પર ઢૈય્યા શરૂ થઇ જશે. જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને તેનાથી છુટકારો મળશે. 12 જુલાઈ, 2022થી 17 જાન્યુઆરી 2023 સુધીનો સમય મિથુન અને તુલા રાશિ માટે તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખવી પડશે.
<br />શનિનું રાશિ પરીવર્તન- શનિ 5 જૂને વક્રી થશે અને 12 જુલાઈએ વક્રી અવસ્થામાં મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તેઓ 17 જાન્યુઆરી 2023 સુધી વિરાજમાન રહેશે. શનિની આ ચાલથી એ રાશિઓ જેણે શનિની દશાથી મુક્તિ મેળવી લીધી છે તે ફરીથી શનિની ઝપેટમાં આવી જશે. સાથે જ જેમના પર શનિની સ્થિતિ શરૂ થઈ હતી તેમને આ સમય દરમિયાન મુક્તિ મળશે.