Saturn Retrograde 2022: દર મહિને કોઇને કોઇ ગ્રહ તેમની હાજર રાશિથી નીકળી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તો કેટલાંક ગ્રહ વક્રી થાય છે. ગ્રહ તેમનાં સ્થાનથી પરિવર્તન કરે છે ત્યારે બધી જ રાશિઓ પર પ્રભાવ પડે છે. આ વખતે જુલાઇ મહિનામાં 5 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરવાનાં છે. અને વક્રી થવાનાં છે. સૌથી ધીમી ગતિથી ચાલનારા ગ્રહ શનિ પણ આ ગોચરમાં શામેલ છે.
12 જુલાઇનાં રોજ શનિ મહારાજ વક્રી સ્થિતિમાં મકર રાશિમાં પ્રવેશ કરશે અને 17 જાન્યુઆરી 2023 સુધી તે અહીં વિરાજમાન રહેશે. શનિને ન્યાયનાં દેવતા અને કર્મ ફલદાતા તરીકે ઓળખવામાં આવે છે. શનિનાં કઠોર દંડને કારણે જ શનિનાં દુષ્ટ પ્રભાવથી સૌ કોઇ ડરે છે. શનિનાં વક્રી થવાને કારણે શનિનાં પ્રકોપથી કેટલીક રાશિઓને 6 મહિના માટે રાહત મળી રહી છે તો કેટલીક રાશિઓનાં મુશ્કેલ દિવસો શરૂ થઇ રહ્યાં છે.
આ રાશિને શનિ મહારાજનાં પ્રકોપથી મળશે મુક્તિ- શનિ ગ્રહએ મકર રાશિમાં પ્રવેશ કરતાં જ કર્ક અને વૃશ્ચિક રાશિનાં જાતકો શનિ ઢૈય્યાથી મુક્ત થઇ જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મીન રાશિનાં જાતકોને શનિની સાડેસાતીથી મુક્તિ મળી જશે. આ ત્રણ રાશિઓ 6 મહિના માટે શનિનાં પ્રકોપથી આઝાદ થઇ જશે. 17 જાન્યુઆરી 2023થી આ રાશિઓ ફરી શનિનો પ્રકોપ સહન કરશે.
આ રાશિઓ પર શરૂ થશે શનિની મહાદશા- શનિ મહારાજનાં મકર રાશિમાં પ્રવેશ કરતાં જ મિથુન અને તુલા રાશિનાં જાતકો પર શનિની ઢૈય્યા શરૂ થશે. તો ધન રાશિનાં જાતકો ફરી શનિની સાડે સાતીની ચપેટમાં આવી જશે. આ ત્રણ રાશિઓને ફક્ત 6 મહિના માટે જ શનિની વક્રી દ્રષ્ટિ સહન કરવી પડશે કારણ કે 17 જાન્યુઆરી 2023નાં શનિ મહારાજ ફરીથી તેમનાં સ્થાન પર પરત આવી જશે. અને જે રાશિઓને શનિની દશામાંથી મુક્તિ મળી હતી તેઓને ફરી શનિનો પ્રકોપ સહન કરવો પડશે.