દરેક વ્યક્તિ માટે પોતાનું નામ (name) ખાસ હોય છે. કારણ કે તેની ઓળખ તે નામ સાથે જોડાયેલી છે. એટલું જ નહીં નામની અસર વ્યક્તિના સ્વભાવની સાથે સાથે સમગ્ર જીવન પર પણ પડે છે. આપણા શાસ્ત્રો અનુસાર રાશિફળની જેમ વ્યક્તિમાં પોતાના નામને અનુરૂપ ગુણો આવે છે. જે તેના ભાગ્ય અને વ્યક્તિત્વની ઓળખ આપે છે. (પ્રતિકાત્મક તસવીર)
આજે અહીં આપણે એવા જ કેટલાક અક્ષરોના નામવાળી છોકરીઓ વિશે જાણીશું, જેને તેના પરીવાર માટે ખૂબ જ ભાગ્યશાળી (wherever the girls of these names go money will come) માનવામાં આવે છે. કહેવાય છે કે આ છોકરીઓ જે ઘરમાં લગ્ન કરે છે ત્યાં ખુશીઓના દરવાજા ખોલી દે છે. તેના પતિ અને સાસરિયા માટે તેના પગલાઓ અતિ શુભ સાબિત થાય છે. (પ્રતિકાત્મક તસવીર)
B અક્ષર: જે છોકરીઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તે ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ તેમના ઘરને સ્વર્ગ બનાવી દે છે. તેમનો સ્વભાવ ખૂબ જ ખુશનુમા હોય છે. તે તેના પતિને ખૂબ પ્રેમ કરે છે અને તેના માટે ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ જે પણ કામમાં હાથ લે છે, તેમાં તેમને સફળતા મળે છે. (પ્રતિકાત્મક તસવીર)
E અક્ષર : જે છોકરીઓનું નામ E અક્ષરથી શરૂ થાય છે તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં પૈસા અને ધનનો ઢગલો કરી દે છે. તે પોતાના સ્વભાવથી કોઈનું પણ દિલ જીતી લે છે. તે પોતાના સાસરિયાને સ્વર્ગ સમાન રાખે છે. તે તેના પતિને ખૂબ પ્રેમ કરે છે અને તેની દરેક ખુશીનું ખાસ ધ્યાન રાખે છે. તેના સારા ખરાબ દરેક સમયમાં તેની સાથે રહે છે અને તેના ભવિષ્યને ઉજ્વળ બનાવવામાં સહભાગી બને છે. (પ્રતિકાત્મક તસવીર)
K અક્ષર : જે કન્યાઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તે ખૂબ જ શુભ હોય છે. તેમના ઝડપી ભાગ્યનો લાભ માત્ર તેમને જ મળતો નથી, પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ મળે છે. તેઓ પોતે પણ ખુશ હોય છે અને પોતાના લોકોને પણ ખુશ રાખવાનો પૂરો પ્રયાસ કરે છે. આ અક્ષરથી શરૂ થતા નામવાળી છોકરીઓ પોતાના પરીવાર અને પતિ માટે ભાગ્યના દરવાજાઓ ખોલી દે છે. (પ્રતિકાત્મક તસવીર)