મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની ફિલિપાઇન્સમાં રાહત અને બચાવ કરી કામગીરી, સરકારે કર્યોં મોમેન્ટો સર્ટિફિકેટ અર્પણ
ફિલિપાઇન્સની રાજધાની મનાલી પર ખતરો મંડરાઈ રહ્યો હતો. તાલ જ્વાળામુખી ફરી સક્રિય થતાં જ દહેશતનો માહોલ પણ ફેલાઈ ગયો. અંદાજે 40 વર્ષ બાદ આ જ્વાળામુખી ફરી સક્રિય થયો


ફિલિપાઇન્સના બટનગાસ પ્રાંતમાં આવેલા જ્વાળામુખીમાંથી લાવા અને મોટી માત્રામાં રાખ નીકળી રહ્યાં. તેનાથી લોરેલ પ્રાંતમાં બુસો વિસ્તાર પર સંપૂર્ણપણે રાખની ચાદર પથરાઈ ગઇ છે. ગત 12 જાન્યુઆરીએ જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. તેના પછી ભૂકંપના આંચકા પણ આવ્યા હતા. 65 કિમી ક્ષેત્રમાં ફેલાયેલા આ જ્વાળામુખીથી થનારા નુકસાનને જોતાં બટનગાસ પ્રાંતનાં 14 ગામને સંપૂર્ણપણે ખાલી કરાવાયાં. આશરે 1 લાખથી વધુ લોકો ઘર છોડી ગયા. પ્રાંતમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરાઈ જેથી ઈમરજન્સી ફંડ વહેલીતકે જાહેર કરવામાં આવે. તાલ જ્વાળામુખી નજીક આવેલા તળાવ અને એક નદી પણ સૂકાઈ ગયાં છે. આ સંકેતોને જ્વાળામુખીની સક્રિયતા તરીકે લઈ શકાય. તેના પછી સૈનિકો અને પોલીસકર્મીઓએ ગ્રામીણોને જ્વાળામુખી ટાપુ પર જવા અને ત્યાંથી પ્રાણીઓ અને પોતાનો સામાન લાવતાં અટકાવી દીધા હતા. તાલ ફિલિપાઇન્સના 24 સક્રિય જ્વાળામુખીમાં સામેલ છે.


કેમ્પોમાં હજારોએ આશરો લીધો. તગાયતાય શહેર સી ઓફ ચાઇના - દરિયાઈ સરોવરના કિનારે વસેલું છે. તાલ જ્વાળામુખી ફાટતા દરિયાઈ સરોવરમાં હોનારત સર્જાઈ હતી. જેમાં કિનારે વસેલા તગાયતાય શહેરના માનવ, પશુ-પક્ષી અને પર્યાવરણ સર્વેને નુકસાન થયું હતું. ફિલિપાઈન્સ દેશની સરકાર માન્ય એજન્સી PARDSS - Public assistance for Rescue and Disaster Support Services Foundation International Inc. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પાસે મદદ માગતાં તુરંત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ એકેડેમી (IDRRC INDIA) ટીમને આધુનિક સાધન સામગ્રી સહિત ફિલિપાઇન્સ રવાના કરાઇ હતી.


હરિભક્તો વગેરેએ ત્યાં જઈને સરકારની સાથે રહીને જરૂરિયાત સાધનસામગ્રી જેવીકે ફૂડ પેકેટ્સ, મેડિસિન્સ, પીવાનું પાણી, જવાળામુખીની અશ્ક - રાખથી થયેલ કાદવ-કીચડમાં ફસાયેલા પશુ-પક્ષીઓ, માણસોને સુરક્ષિત બહાર લાવવા. જેવા કાર્યો કરીને મદદ કરી હતી તેમજ હવે પછી આવનારી કુદરતી આફતો જેમાં ભૂકંપ, ત્સુનામી, ભૂસ્ખલન, આગ, ચેન રિએક્શન - પુન: જ્વાળામુખી વિસ્ફોટ વગેરે નહીં અવેરનસ અને ટ્રેનિંગ પ્રોગ્રામિંગનું આયોજન કરાયું હતું અને તાલીમ માટેની સામગ્રી પણની ભેટ કરવામાં આવી હતી. મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને જ્વાળામુખી હોનારત દરમિયાન ૪૦૦ થી વધારે ટેમ્પરેચર હીટમાં સ્પેશ્યલ એલ્યુમિનિયમ ફોઇલ - પ્રોટેક્શન શૂટ પહેરીને સેવા કરવાનું - અભ્યાસ કરવાનો અનુભવ થયો હતો. કહી શકાય કે, મુક્તજીવન મેનેજમેન્ટ ડિઝાસ્ટર ટીમ જે તમામ પ્રકારની હોનારત કાર્ય કરનાર અનુભવી ચુનંદા ટીમોમાની શ્રેષ્ઠ ટીમ છે. ફિલિપાઈન્સ સરકારે જે માટે સેવાકીય કાર્યનું પ્રમાણપત્ર તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો અંતરનો આભાર વ્યક્ત કરતાં મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટના શ્રી હિતેશભાઈ પટેલને મોમેન્ટો, સર્ટિફિકેટ અર્પણ કર્યો હતો. ટીમ તથા સાધન સામગ્રીનું તમામ ખર્ચ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરે આર્થિક સહયોગ આપ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, ફિલિપાઇન્સ પ્રજાસત્તાક પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં એક વિશાળ દ્વીપસમૂહ છે. ફિલિપાઇન્સ 7,107 ટાપુઓથી બનેલો છે, જે કુલ આશરે 300,000 ચોરસ કિલોમીટર છે. (117,187 ચોરસ માઇલ) તે દક્ષિણ ચીન સમુદ્ર પર પશ્ચિમે, પૂર્વમાં ફિલિપાઇન સમુદ્ર, અને દક્ષિણમાં સેલબેસ સમુદ્રની સરહદ છે. ફિલિપાઇન્સ ટાપુઓ પર્વતીય અને ધરતીકંપયુક્ત સક્રિય છે. ભૂકંપ સામાન્ય છે, અને સંખ્યાબંધ સક્રિય જ્વાળામુખી લેન્ડસ્કેપ ડોટ, જેમ કે માઉન્ટ. પિનટુબો, મેયાન વોલ્કેનો, અને તાલ જ્વાળામુખી.


ફિલિપાઇન્સના તાલ વોલ્કેનો (જ્વાળામુખી) વિશ્વનો બીજો સૌથી સક્રિય જ્વાળામુખી છે. અત્યાર સુધી તે ૩૪ વખત સક્રિય થઇ ચૂક્યો છે. સામાન્ય રીતે સમાચારોમાં આપણે જ્વાળામુખી શબ્દ વાંચીએ ત્યારે ધધકતો લાવા અને તેનાથી સર્જાતી તારાજીની તસવીરો આંખો સામે આવી જતી હોય છે.


ફિલિપાઇન્સની રાજધાની મનાલી પર ખતરો મંડરાઈ રહ્યો હતો. તાલ જ્વાળામુખી ફરી સક્રિય થતાં જ દહેશતનો માહોલ પણ ફેલાઈ ગયો. અંદાજે 40 વર્ષ બાદ આ જ્વાળામુખી ફરી સક્રિય થયો, જે જોઈને વૈજ્ઞાનિકોએ પણ આગામી કેટલાક કલાકોમાં જ તે ફાટી શકે છે તેવી ચેતવણી પણ આપી. તાલ લેક પર રહેલો આ જ્વાળામુખીના કારણે રાજધાનીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો . તેનો લાવા પણ અંદાજે 32000થી 49000 ફૂટ એટલે કે 10થી 15 કિમી દૂર સુધી પથરાઈ રહ્યો. તંત્રએ પણ સતર્ક થઈને અત્યાર સુધીમાં 8000 કરતાં પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. જો આ જ્વાળામુખીમાં વિસ્ફોટ થશે તો લાવા સીધો જ તળાવમાં પડશે જેના કારણે આસપાસના વિસ્તારોમાં ત્સુનામી પણ આવી શકે. સતર્કતાના ભાગરૂપે મનીલા એરપોર્ટ સાથે જોડાયેલી 286 આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટ પણ રદ કરી દેવાઈ.