મંગળસૂત્રનું મહત્વ- જે રીતે પરણિત મહિલાઓ સેથામાં સિંદુર પગની આંગળીઓમાં વીંછીયા અને હાથમાં બંગડી પહેરે છે. તે તેમનાં સુહાગની નિશાની કહેવાય છે તે જ રીતે કદાચ આ તમામથી વિશેષ મહત્વ મંગળસૂત્રનું હોય છે. પરણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે મંગળસૂત્ર ધારણ કરે છે તથા તે તેમના વિવાહીત જીવનને ખરાબ નજરથી બચાવે છે.