Raviwar Ke Upay : પૃથ્વીથી નરી આંખે દેખાતા એકમાત્ર દેવતા સૂર્યદેવ છે. તેમની આરાધના માટે રવિવારનો દિવસ સમર્પિત છે. સૂર્ય દેવને પ્રસ્ન કરવા માટે નિયમિત રૂપથી તાંબાનાં કળશમાં અર્ધ ચઢાવવો ઉત્તમ માનવામાં આવે છે જે વ્યક્તિ નિયમિત રૂપથી સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવે છે, તેમની કુંડળીમાં સૂર્યદેવ મજબૂત થાય છે. ફળસ્વરૂપે તે તેને યશ, કીર્તિ, ઉન્નતિ, માન, સમ્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. રવિવારનાં દિવસે કઇ એવી વસ્તુનું દાન કરવું જેનાંથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. આપને સમૃદ્ધિ અને વૈભવ આપે છે. ભોપાલનાં રહેવાસી જ્યોતિષી અને પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે સૂર્ય દેવને પ્રસન્ન કરવાંનાં ઉપાય.
વેપારમાં ખોટ આવતી હોય તો- જો તમે લાંબા સમયથી વ્યવસાયમાં ખોટનો સામનો કરી રહ્યા છો અને તમને તમારી નોકરીમાં કોઈ પ્રગતિ નથી મળી રહી, તો તેના ઉપાય માટે રવિવારના દિવસે જરૂરિયાતમંદોને સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવું ફળદાયી માનવામાં આવે છે. સૂર્યની વસ્તુઓમાં તાંબુ, ઘઉં, મસૂર, કઠોળ, ગોળ અને લાલ ચંદન વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનું દાન કરવાથી ધનની ખોટ પણ બચે છે અને સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.