ધર્મ ડેસ્ક: સનાતન ધર્મમાં વર્ષના પહેલા તહેવાર તરીકે હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. હોળીના માત્ર પાંચ દિવસ પછી દેવ હોળી કે રંગ પંચમીનો પર્વ ઉજવવામાં આવે છે. આજે રંગ પંચમી છે. આ દિવસે લોકો રંગો અને ગુલાલ ઉડાડીને તેમની ખુશી મનાવે છે. આ સિવાય ઘણી જગ્યાએ આ દિવસે રાધા રાણી અને કૃષ્ણને અબીર અને ગુલાલ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને હોળીની જેમ દેવ હોળીના દિવસે પણ લોકો એકબીજાને રંગ અને અબીલ લગાવે છે. રંગપંચમીનો તહેવાર ઉજવવા પાછળ એક ખાસ તર્ક છે. લોકો માને છે કે, આ દિવસે વાતાવરણમાં રંગો ઉડાડવાથી વાતાવરણ સકારાત્મક બને છે આ સાથે લોકોની વિચારવાની અને સમજવાની ક્ષમતા વધે છે.1 તેની સાથે લોકોને પુણ્ય પણ મળે છે.
હિન્દૂ ધર્મમાં રંગ પંચમીના તહેવારનું એક ખાસ મહત્વ છે. રંગ પંચમી હોળીના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. માલવામાં રંગ પંચમીના રંગ જોવા લાયક હોય છે. અહીં આ તહેવારને ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં રંગ પંચમી ખુબ પ્રસિદ્ધ છે. હિન્દૂ ધર્મમાં આ માન્યતા છે કે રંગ પંચમીના દિવસે દેવી-દેવતાઓ રંગોથી હોળી ઉજવે છે.
રંગપંચમીનો તહેવાર હોળી સાથે સંબંધિત છે અને હોળીની જેમ જ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ દિવસે લોકો રંગો અને ગુલાલ ઉડાડીને તેમની ખુશી મનાવે છે. આ સિવાય ઘણી જગ્યાએ આ દિવસે રાધા રાણી અને કૃષ્ણને અબીર અને ગુલાલ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને હોળીની જેમ દેવ હોળીના દિવસે પણ લોકો એકબીજાને રંગ અને અબીર લગાવે છે.
આ દિવસે વિશેષ ઉપાય કરવાથી લાભ પણ મળે છે. રંગપંચમીના દિવસે ઘરની ઉત્તર દિશામાં કમળના ફૂલ પર બેઠેલા લક્ષ્મી નારાયણનું ચિત્ર લગાવો અને ચિત્રની સામે પાણીથી ભરેલ કળશ રાખો. ત્યારબાદ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મી નારાયણને લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરો. આ પછી તેમની સામે બેસીને ઓમ શ્રી શ્રી નમઃ મંત્રનો ત્રણ વાર જાપ કરો. તેમને ગોળ અને ખાંડની મિશ્રી અર્પણ કરો. જાપ પૂરો થાય ત્યારે ઘરમાં પૂજામાં રાખેલ પાણીનો છંટકાવ કરવો.