માનવજાતમાં ‘મા’નો પ્રેમ અને શુશ્રુષા બીજું કોઈ જ દાખવી ન શકે. માતૃપ્રેમ પછી જગતમાં ભગિની પ્રેમનું સ્થાન છે. આ બે સંબંધોની તોલે જગતમાં બીજો કોઈ સબંધ ન આવે. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્નિ વગેરેના પ્રેમમાં માત્ર સ્વાર્થ હોય છે. જ્યારે માતૃપ્રેમ અને ભગિની પ્રેમ નિ:સ્વાર્થ, નિષ્કલંક અને પવિત્ર હોય છે.