

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે આ વખતે સોમવારે 3જી ઓગસ્ટનાં રોજ ઉજવવામાં આવશે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને મજબુત કરતા આ તહેવારનું વિશેષ મહત્વ છે. 29 વર્ષ બાદ રક્ષાબબંધન પર્વ પર એક સંયોગ બની રહ્યો છે. આ રક્ષાબંધન પર્વ ખૂબ વિશેષ બનવા જઇ રહ્યું છે કારણ કે, આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ અને આયુષ્માન દીર્ઘાયુ શુભ યોગ બની રહ્યો છે.


સોમવારે 3 ઓગસ્ટનાં રોજ પૂનમના દિવસે આ વર્ષે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. જે બાદ જ બહેન પોતાના ભાઇને રાખડી બાંધી શકશે. જે બાદ આખો દિવસ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે.શ્રવણના સોમવારે, સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. જે તમામ મનોકામના પૂર્ણ કરનાર યોગ છે. સોમવાર પૂર્ણિમા અને આયુષ્માન દીર્ઘાયુ શુભ યોગ બહુ ઓછા સમયે સાથે જોવા મળે છે આથી આ વખતે રક્ષાબંધન ખુબજ ખાસ રહેશે.


રક્ષાબંધન ઉપર ચંદ્રમાં શનિની સાથે મકર રાશીમાં રહેશે. સૌથી પહેલા રક્ષાબંધનના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો. પછી ઘરમાં મંદિરમાં ભગવાનની પૂજા અને આરતી કરો. પૂજા બાદ રક્ષાબંધનની થાળી તૈયાર કરો. જેમાં રાખડી, ચંદન, ચોખા, મીઠાઈ, દીવો અને ફૂલ રાખો. થાળીને સજાવ્યા બાદ પોતાના ઈષ્ટદેવને રાખડી બાંધો. બાદમાં તમામ ભગવાનની આરતી અને ભોગ લગાવીને આરતી કરો. જે બાદ રક્ષાબંધન ઉજવો.