એકનાથ શિંદે (CM Eknath Shinde) મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા મુખ્યમંત્રી બન્યા છે. શિંદેના (Eknath Shinde)નામ પર મહોર મારીને ભાજપે બધાને ચોંકાવી દીધા છે. રાતોરાત એકનાથ શિંદે મુખ્યમંત્રી બની ગયા છે. કહેવાય છે કુંડળીમાં રાજયોગ (Rajyog in Kundli)મજબૂત હોય તો આવી સિદ્ધિ મળી છે. અમે તમને બતાવી રહ્યા છે કેવા રાજ યોગ (Rajyog)કેવા ફળ આપે છે. (પ્રતિકાત્મક તસવીર)
સિંહાસન રાજ યોગ - મહર્ષિ ભૃગુએ કહ્યું કે જે લોકોની કુંડળીમાં બધા ગ્રહ બીજા, ત્રીજા, છઠ્ઠા અને બારમાં ઘરમાં હોય છે તે મહાન રાજયોગ લઇને જન્મ્યા છે. તેને સિંહાસન યોગ કરે છે. આ યોગને લઇને જન્મેલો વ્યક્તિ રાજગાદી પર બેસે છે અને રાજા બને છે. આજના સંદર્ભમાં વાત કરીએ તો આવો વ્યક્તિ કોઇ મંત્રી કે સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર બિરાજે છે. (પ્રતિકાત્મક તસવીર)
ધ્વજ રાજ યોગ - જે વ્યક્તિની જન્મ કુંડળીમાં આઠમાં ઘરમાં અશુભ ગ્રહ, શનિ, સૂર્ય, રાહુ હોય અને શુભ ગ્રહ જેવા ગુરુ, ચંદ્રમાં, શુક્ર પ્રથમ ઘરમાં ઉપસ્થિત હોય તે ઘણા કિસ્મતવાળા હોય છે. આવા લોકો ધ્વજ નામના રાજયોગ લઇને જન્મે છે. આવા લોકો સમાજમાં આદરણીય હોય છે અને મોટા રાજનેતા બની શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
ચાપ રાજ યોગ - જેની કુંડળીમાં ગુરુ પોતાની રાશિ મિન કે ધનુમાં હોય. શુક્ર તુલા રાશિમાં અને મંગળ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં સ્થિત હોય છે તે ધન સંપત્તિના મામલે મોટા સૌભાગ્યશાળી હોય છે. ભૃગુ સંહિતાના મતે ગ્રહોની આ સ્થિતિથી ચાપ નામનો શુભ યોગ બને છે જેનાથી વ્યક્તિ રાજા સમાન પ્રભાવશાળી હોય છે.(પ્રતિકાત્મક તસવીર)
ચંદ્રમા બનાવે છે રાજયોગ - કુંડળીમાં ચંદ્રમાં અગિયારમાં ઘરમાં અને ગુરુ ત્રીજા ઘરમાં સ્થિત હોવા પર રાજયોગ બને છે. આ યોગને લઇને જન્મેલો વ્યક્તિ રાજા સમાન હોય છે. આ પોતાના સમાજમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે અને ધન સંપન્ન હોય છે. આ પ્રકારની કુંડળીના પાંચમાં ઘરમાં બુધ અને દશમાં ઘરમાં ચંદ્રમા હોવા પર રાજયોગનું ફળ પ્રાપ્ત થાય છે. (પ્રતિકાત્મક તસવીર)