જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ છાયા અને માયાવી ગ્રહ કહેવાય છે. જ્યોતિષનું કહેવું છે કે ગ્રહોમાં રાહુ-કેતુનો બદલાવ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ અને કેતુ ગ્રહ હંમેશા વક્રી ચાલ ચાલે છે અને દોઢ વર્ષમાં રાશિ ગોચર કરે છે. વર્ષ 2023માં રાહુ 30 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ પહેલા રાહુ 30 ઓક્ટોબર સુધી મેષ રાશિમાં વિરાજમાન રહેશે. વૈદિક જ્યોતિષ મુજબ, 'રાશિઓ પર દરેક ગોચરની નકારાત્મક અને સકારાત્મક અસર થાય છે'. આઓ જાણીએ છે કે રાહુ ગોચર ઓક્ટોબર 2023માં કઈ રાશિઓ માટે ખુબ શુભ રહેશે.
મેષ: રાહુ મેષ રાશિમાંથી નીકળી આવતા વર્ષે 30 ઓક્ટોબરથી મીન રાશિમાં પ્રવેશ કરશે. એવામાં આ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. મેષ રાશિ વાળા માટે દરેક ક્ષેત્રમાં નવા અવસર બનશે. મિત્રો સાથે સબંધ સારા થશે. નોકરીમાં પ્રમોશન થશે. બિઝનેસ કરવા વાળાને મોટો ફાયદો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓને પ્રગતિ મળશે. રોકાણ માટે આ સમય સારો રહેશે. મેષ રાશિ વાળા માટે વર્ષ 2023 લાભકારી રહેશે.
મિથુન: મિથુન રાશિના લોકોના જૂના અટકેલા કામ પૂરા થશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિની સંભાવના છે. રાહુના ગોચરના કારણે મિથુન રાશિના લોકોને આર્થિક લાભ થશે. આ દરમિયાન ઘણા મોટા ખર્ચાઓ પણ તેમની સામે આવી શકે છે. વેપાર માટે સમય લાભદાયી રહેશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો.
કર્ક: કરિયરમાં જવાબદારી વધશે. આવકના નવા રસ્તા ખુલશે અને તમારી પાસે પૈસાની કમી નહીં રહે. મિત્રો અને સંબંધીઓના સહયોગથી કાર્ય પૂર્ણ થશે. પ્રગતિ થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. મહેનતનું ફળ તમને મળશે. વિદેશ પ્રવાસની શક્યતાઓ બની રહી છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે પણ આ સમય સારો છે.
વૃશ્ચિક: મેષ રાશિમાં રાહુની વક્રી ગતિ તમારા પ્રભાવમાં વધારો કરશે. બધા કામ આત્મવિશ્વાસના આધારે થશે. પૈસાથી ફાયદો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કરિયરમાં મોટી તક મળી શકે છે. પ્રવાસ પર જઈ શકો છો. નોકરીમાં તમારી સ્થિતિ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેવાનો છે. આ સમયે શેરબજારમાં રોકાણ કરવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. કોર્ટ-કચેરી સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે. તમારા વિરોધીઓ પર વિજય મેળવશો.
મીન: ઓક્ટોબર 2023માં રાહુના ગોચરથી મીન રાશિને સૌથી વધુ ફાયદો થવાનો છે. આ સમયે ધન પ્રાપ્ત થશે. તમે જે પણ ક્ષેત્રમાં હાથ લગાડશો, ત્યાં તમને સફળતા મળશે. મીન રાશિના લોકોનું ભાગ્ય આગળ વધશે. આ સમયે વ્યક્તિએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે જાગૃત રહેવું પડશે. પરિવાર સાથેના સંબંધો મજબૂત રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.