Rahu Mangal Yuti Make Angarak Yog 2022: શનિ બાદ રાહુ-કેતુ સૌથી ધીમી ચાલ ચાલનારા ગ્રહ છે. તે દોઢ વર્ષમાં રાશિ બદલે છે. આ વર્ષે 12 એપ્રિલ 2022નાં રાહુ ગોચર કરી મેષ રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. તો જૂનમાં મંગળ ગ્રહ પણ મેષ રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. એવામાં મેષ રાશિમાં રાહુ અને મંગળ યુતિ કરી રહ્યાં છે. જે અંગારક યોગ બનાવે છે. અંગારક યોગ જ્યોતિષ શાસ્ત્રમાં શુભ માનવામાં આવતો નથી તે આવનારા સમયમાં આ યોગ વધુ ખતરનાક સાબિત થઇ શકે છે.