એક સમય પછી દરેક ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયાને તે ગ્રહ દ્વારા રાશિ પરિવર્તન અથવા ગ્રહોનું ગોચર કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર 12 રાશિઓ (12 zodiac signs) પર જોવા મળે છે. આ અસર હકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે. રાહુ-કેતુ (rahu ketu) છાયા ગ્રહો છે, જેને પાપી ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. બંને ગ્રહો હંમેશા ઉલટું ફરે છે. ભોપાલના જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી જાણીશું કે રાહુ-કેતુ ગ્રહોના ગોચરથી કઈ ચાર રાશિઓ પર નકારાત્મક અસર પડશે.