

ધર્મ ભક્તિ ડેસ્ક: આ વર્ષે દીવાળી પહેલાં પુષ્ય નક્ષત્ર શિવારે અને રવિવારની વચ્ચે આવે છે. આ પવિત્ર શનિ પુષ્ય નક્ષત્ર શનિવારે 7 નવેમ્બર 2020નાં સવારે 8.04 વાગ્યાથી શરૂ થશે જે બીજા દિવસે રવિવારે સવારે 8.46 વાગ્યા સુધી રહેશે. એટલેકે આ નક્ષત્રનો યોગ 24 કલાક 40 મિનિટનો છે. તેથી આ સમયમાં આપ આપની કોઇપણ મનોકામના પૂર્ણ કરવાં ઇચ્છો છો તો તે માટે ખાસ મંત્રનો જાપ કરવાનો રહેશે. આપ જો જીવનસાથી ઇચ્છો છો તો પુષ્ય નક્ષત્ર ઘણો જ ઉત્તમ સમય છે.


આ માટે આપે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની મૂર્તિ કે ફોટો લગાવવો અને બાદમાં 'ॐ लक्ष्मी नारायणाय नमः' મંત્રની ત્રણ માળાનો જાપ કરવો. સ્ફટિકની માળાનો ઉપયોગ કરવો. તેને પુષ્ય નક્ષત્રમાં જ શરૂ કરવું. 3 મહિના સુધી દર રવિવાર, સોમવાર, મંગળવાર કે પછી ગુરુવારનાં રોજ મંદિરમાં પ્રસાદ ચઢાવવો. વિવાહની સફળતા માટે પ્રભુ પાસે કામના કરવી.


જો તમારું કામ બનતા બનતા અટકી જાય છે તો પુષ્ય નક્ષત્રનાં દિવસે ॐ क्लीं कृष्णाय गोपीजन वल्लभाय स्वाहा:। મંત્રનો જાપ કરવો. તેની 11 માળા કરવી. તેમજ તે બાદ જ્યાં સુધી તમારુ કામ પૂર્ણ ન થયા ત્યાં સુધી દરરોજ આ મંત્રની એક માળા કરવી. માળા દરરોજ સંભવ ન હોય તો 11 વખત આ મંત્ર કરવો. પણ આ જાપની શરૂઆત પુષ્ય નક્ષત્રમાં જ કરવી.