Pluto Vakri 2022: પ્લુટો (Pluto Planet)ને વરુણ ગ્રહ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહ 29 એપ્રિલે બપોરે 12.35 કલાકે મકર રાશિમાં વક્રી થઈ જશે. જ્યાં તે 8 ઓક્ટોબર સુધી આ જ સ્થિતિમાં રહેશે. પ્લુટો ગ્રહની આ વક્રી ચાલ ઘણી રાશિઓના જીવનને પ્રભાવિત કરશે. કેટલાક માટે આ ચાલ શુભ હશે અને કેટલાક માટે તે અશુભ બની શકે છે. અહીં જાણો કઈ રાશિઓ પર પ્લુટોની વક્રી ચાલની શુભ અસર થશે.
મેષઃ આ દરમિયાન તમને તમારી કારકિર્દીમાં થયેલી ભૂલોને સમજવાની તક મળશે. નોકરી કે ધંધામાં કોઈ પ્રકારની સમસ્યા હશે તો તેમાંથી બહાર નીકળી શક્શો. તમારા કરિયરમાં વસ્તુઓ ધીમે ધીમે તમારા પક્ષમાં આવશે. એકંદરે તમારા માટે સમય સારો રહેશે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)