આપણા જીવનમાં રત્નનું મહત્વ પણ વિશેષ હોય છે. રત્ન શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલી માન્યતાઓ અનુસાર, ગ્રહો અને રાશિઓ સાથે સંબંધિત રત્ન ધારણ કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન (Positive Changes) આવવાની સાથે પરેશાનીઓથી પણ છુટકારો મળે છે. એટલું જ નહીં ધન, માન-સન્માનમાં પણ વધારો થાય છે. તમામ 12 રાશિ માટે અલગ-અલગ રત્નો (Peral Gemstone for Zodiac Signs)નું મહત્વ જણાવવામાં આવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)
આવી સ્થિતિમાં કર્ક રાશિનો સ્વામી સ્વામી ગ્રહ ચંદ્ર (Moon) હોવાને કારણે આ રાશિના જાતકોને શીતળ પ્રકૃતિ સાથે રત્ન મોતી ધારણ કરવાના ફાયદા જણાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં કોઈ વિદ્વાન અથવા જ્યોતિષીની સલાહ લઇને જ મોતી રત્ન પહેરવું કર્ક રાશિના લોકો માટે ફળદાયી સાબિત (Cancer Lucky Gemstone) થઈ શકે છે. તો ચાલો જાણીએ મોતી રત્ન ધારણ કરવાના નિયમો અને ફાયદા વિશે. (પ્રતિકાત્મક તસવીર)
કઇ રીતે ધારણ કરવું મોતી? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈ પણ મહિનાના શુક્લ પક્ષની સોમવાર કે પૂનમના દિવસે મોતી રત્ન ધારણ કરવું શુભ માનવામાં આવે છે. મોતી રત્નને તમે ચાંદીની વીંટીમાં જડાવીને પહેરી શકો છો. આ રત્નને ધારણ કરવાના દિવસે સૌથી પહેલા મોતી રત્નની વીંટીને ગંગાજળથી સાફ કરી લો. આ પછી તેને ભગવાન શિવને અર્પિત કરો. પછી તેને તમારા હાથની કનિષ્ઠા આંગળીમાં પહેરી લો. (પ્રતિકાત્મક તસવીર)
મોતી રત્ન ધારણ કરવાથી થતા લાભ: કર્ક રાશિના લોકોને ખૂબ ગુસ્સો આવે છે, તેથી તેમને મોતી રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે ગુસ્સાને શાંત કરવામાં મદદ કરે છે. સાથે જ મોતી પહેરવાથી વ્યક્તિનું મન પણ શાંત થાય છે અને તે સમજી વિચારીને કામ કરવામાં સક્ષમ બને છે. (પ્રતિકાત્મક તસવીર)
નબળી આર્થિક સ્થિતિ સુધારવા માટે મોતી રત્નને પણ મદદગાર માનવામાં આવ્યા છે. સાથે જ આ રત્નને પહેરવાથી કાર્યોમાં સફળતા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જેમને દરેક વસ્તુ પર ચિંતા અને તણાવ હોય છે, તેમને પણ મોતી રત્ન પહેરવાથી લાભ મળી શકે છે. આ રત્નને ધારણ કરવાથી વ્યક્તિને સારી ઊંઘ આવે છે અને તેના મનનો બિનજરૂરી ભય ઓછો થાય છે. (ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 તેમની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. ) (પ્રતિકાત્મક તસવીર)