જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ કુંડળીના ગ્રહોની સાથે સાથે વ્યક્તિની રાશિની અસર પણ તેની પર્સનાલિટી અને ભવિષ્ય પર પડે છે. માટે એક જ રાશિના લોકોમાં ઘણી સમાનતાઓ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી 5 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેના જાતકો દિલથી મિત્રતા કરે છે, પરંતુ જ્યારે તેઓ દુશ્મની પર ઉતરી આવે છે, તો તમામ હદો તોડી નાખે છે. તેઓ તેમના દુશ્મનોને ક્યારેય માફ કરતા નથી અને તક મળતા જ બદલો લઈ લે છે.
મેષ (Aries)- મેષ રાશિના લોકો થોડા અહંકારી હોય છે અને પોતાની જાતને બીજા કરતા ચડિયાતા માને છે. આ કારણે તેમના મિત્રો પણ ઓછા છે આ ઉપરાંત જો તેઓને કોઈ વાતનું ખરાબ લાગે તો તેઓ તેને શત્રુ માનતા વાર નથી લગાડતા. આ રાશિનો સ્વામી મંગળ છે, તેથી તેમનામાં ગુસ્સો ઘણો હોય છે અને તેઓ લોકોને સરળતાથી માફ કરી શકતા નથી.
ધનુ (Sagittarius)- ધનુરાશિના લોકો આમ તો પોતાની કારકિર્દી અને કામથી કામ રાખે છે. પરંતુ જો તેઓ કોઈથી નારાજ થાય તો તે નારાજગી છુપાવીને નથી રાખી શક્તા. તેઓ શક્ય તેટલી વહેલી તકે બદલો લે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)