Zodiac Signs: દરેક વ્યક્તિની પોતાની કેટલીક વિશેષતાઓ હોય છે, તો સ્વભાવમાં ભિન્નતા પણ હોય છે. કોઈ વ્યક્તિનો સ્વભાવ નરમ હોય છે તો કોઈને ગુસ્સો આવતો હોય છે. જ્યોતિષશાસ્ત્ર (Astrology)માં પણ તમામ 12 રાશિના લોકોના અલગ-અલગ વ્યક્તિત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. રાશિચક્ર (Rashichakra)ના સ્વભાવમાં પરિવર્તન તેમના સ્વામી ગ્રહના પ્રભાવને કારણે થાય છે.
વૃષભ રાશિ (Taurus)- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો વિશે એવું કહેવામાં આવે છે કે આ લોકોને ગુસ્સો તરત આવી જાય છે જેના કારણે તેમને નાની-નાની વાતમાં ખૂબ જ ઝડપથી ખરાબ લાગે છે. અને તેમનો ગુસ્સો એટલો પ્રબળ હોય છે કે એકવાર તે બેકાબૂ થઈ જાય પછી તેને શાંત પાડવો ખૂબ મુશ્કેલ છે. આ જ કારણથી વૃષભ રાશિના લોકો ગુસ્સામાં ઘણીવાર એવા ખોટા નિર્ણયો લે છે જેનો તેમને પાછળથી પસ્તાવો થાય છે.
મિથુન રાશિ (Gemini)- મિથુન રાશિના લોકો પણ ઝઘડાખોર અને ગરમ સ્વભાવના હોય છે. આ રાશિના લોકોનો સ્વભાવ એવો હોય છે કે ક્યારે તેઓને શું ખરાબ લાગે છે તે કોઈ સમજી શકતું નથી. ખાસ કરીને તેમના મિત્રો અને પ્રેમીઓને ઘણી વખત તેમના ગુસ્સાનો સામનો કરવો પડે છે. મિથુન રાશિના લોકોનું વ્યક્તિત્વ એવું હોય છે કે તેઓ રાઈનો પહાડ એટલે કે નાની-નાની બાબતોને મોટો મુદ્દો બનાવી દે છે.
સિંહ રાશિ (Leo)- સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો વિશે કહેવાય છે કે તેમનો ગુસ્સો એટલો પ્રબળ હોય છે કે તેઓ ગુસ્સામાં પોતાની હદ વટાવી દે છે. અને જો તેઓ ગુસ્સામાં કોઈ ભૂલ કરે તો પણ આ લોકો તેનો સ્વીકાર કરતા નથી, ઊલટું લડાઈ અને ઝઘડો કરવા લાગે છે. તેથી સિંહ રાશિના લોકો ગુસ્સામાં હોય ત્યારે તેનાથી દૂર રહેવું વધુ સારું છે.
વૃશ્ચિક રાશિ (Scorpio)- વૃશ્ચિક રાશિના લોકોનો સ્વભાવ જિદ્દી અને ગરમ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો વૃશ્ચિક રાશિના લોકો કોઈ વાત પર આવી જાય, તો પોતાની વાત મનાવીને જ તેમને શાંતિ થાય છે. વૃશ્ચિક રાશિના લોકોને આત્મસન્માન સાથે ખૂબ પ્રેમ હોય છે અને જો કોઈ અન્ય વ્યક્તિ તેમને દુઃખ પહોંચાડે તો તેઓ સરળતાથી માફ કરતા નથી.