મોર શબ્દ સાંભળતાની સાથે જ તમારા મનમાં અનેક રંગોનું દ્રશ્ય ઉપસી આવે છે. મોર માત્ર ભારતનું રાષ્ટ્રીય પક્ષી જ નથી તેને વાસ્તુ શાસ્ત્ર અનુસારા પણ ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર મોર પંખ (Peacock feathers) સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. જેનો શરીર અને સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડી શકે છે. પ્રાચીન કાળમાં શરીરમાં ઝેરને દૂર કરવા માટે મોરપીંછનાો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવતો હતો. પ્રાચીન કાળથી જ મોરપીંછને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પણ મોરપીંછ અનેક રીતે વાસ્તુ દોષને દૂર કરવામાં અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. માટે વાસ્તુમાં મોરપીંછ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.
સુખી દાંપત્ય જીવન માટે: પતિ-પત્નીની વચ્ચેના ઝઘડાઓ અત્યારે સમાન્ય બાબત થઈ ગઈ છે. વૈવાહિક જીવનમાં ક્યારેક-ક્યારેક વિવાદની સ્થિતિનું પણ સર્જન થતું હોય છે. એવામાં બેડરૂમમાં પૂર્વ અથવા ઉત્તર દિશાની દિવાલ પર 2 મોરપીંછ એક સાથે લગાવવાથી દાંપત્ય જીવ સાથે જોડાયેલી તમામ તકલીફો દૂર થાય છે અને સંબંધોમાં મધૂરતા આવે છે.
તકલીફો દૂર કરવામાં કરશે મદદ: કાલ સર્પ દોષ સહિત રાહુ કેતુ જેવી કુંડળીમાં અનેક રીતે તકલીફો આપી શકે છે. આવા પ્રકારના લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં માનવામાં આવે છે કે તમારી કુંડળીમાં તેનો અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જો તમે તમારી તકલીફો દૂર કરવા માંગો છો તો તમારે તમારા મુખ્ય હોલમાં મોરપીંછ લગાવવું જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સાથે-સાથે અનેક ફાયદાઓ પણ થાય છે.
અટકેલા કામો થશે પૂરા: વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા કામમાં સતત વિઘ્ન આવે છે અને કોઈ પણ કામ સમયસર પૂર્ણ થતું નથી, તો સામાન્ય દિવસોમાં તમારા ઘરના પૂજા સ્થાનમાં મોરના પાંચ પીંછા રાખો અને દરરોજ તેમની પૂજા કરો. 21મી તારીખે આ મોરના પીંછાને અલમારીમાં રાખો, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અટકેલું કામ પણ શરૂ થઈ જશે.