મહેસાણાઃ નવરાત્રીનો તહેવાર (Navratri festival) પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે નવરાત્રીમાં આઠમ (Navratri atham) અને નૌમનું અલગ મહત્વ હોય છે. આ દિવસો દરમિયાન અલગ અલગ સમાજમાં અલગ અલગ પરંપરા (Navratri Tradition) રહેતી હોય છે ત્યારે મહેસાણાની બાજુમાં આવેલા લાખવડ ગામમાં પણ આવી જ આગવી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગામના પાટીદાર સમુદાય (Patidar community) દ્વારા પુત્ર જન્મ (son birth) નિમિતે આસો સુદ આઠમના રોજ માતાજીની પલ્લી મહોત્સવ (Palli in atham lakhvad mehsana) ઉજવાય છે. જેમાં કોઈપણ સમાજના પરિવારમાં જો પુત્ર ના હોય તો તોતળ માતાજીની બાધા રાખે તો જરૂર માતાજી તેની મનોકામના પૂર્ણ કરે છે.