મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન - તમે ખૂબ જ પ્રયાસ કર્યો હોવા છતાં તમારા કાર્યને સરળતાથી સ્વીકૃતિ મળી શકતી નથી. કાર્યસ્થળ પર ધીમી ગતિથી પરંતુ સકારાત્મક વાતાવરણનો અનુભવ થશે. આ પ્રકારની પરિસ્થિતિ કંઈ ના હોવા કરતા ઘણી સારી છે. એવું બની શકે કે, કોઈ તમારા પરત આવવાની રાહ જોઈ રહ્યું હોય. લકી સાઈન- ઓલ્ડ ક્લાસિક
મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી- તમારી સાથે એવી ઘટના સર્જાઈ છે, જેનું તમે નિવારણ લાવી શકતા નથી અથવા ભૂલી શકતા નથી. હાલ પૂરતી આ ઘટનાને ભૂલી જવામાં ભલાઈ છે. તમારા જીવનમાં નવા વ્યક્તિઓ તમને ખૂબ જ સારું ફીલ કરાવી શકે છે. તમે જે પણ માનસિક પીડાનો સામનો કરો છો તેનો અંત આવી શકે છે. લકી સાઈન- રોઝરી
મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ - તમારા પ્રત્યે સારો અભિગમ કેળવાય અને લોકો તમારા પ્રત્યે સારી લાગણી દર્શાવે તેવી કોશિશ કરી રહ્યા છો, તો તમારે જીતનો દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરિયાત છે. રોકાણ કરવા માટેની સારી તકથી તમે સફળ થઈ શકો છો. આ માટે તમે કોઈ વ્યક્તિની શોધ કરી રહ્યા છો તો એક પાડોશી સારો મદદગાર સાબિત થઈ શકે છે. લકી સાઈન- સસલું