મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - તમારા માર્ગમાં આવેલા કાર્યનો વ્યાપ વધારવાના રસ્તાઓનો સારી રીતે ઉપયોગ કરી શકાયો નથી. અન્ય લોકો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તમે સંપર્ક બહાર હતા જેથી તમારે નુક્શાનનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવે તમારી આ જૂની લયમાં પરિવર્તન આવવાની અપેક્ષા રાખી શકાય છે. માતા-પિતા વિશે પરેશાન કરતી બાબત ટૂંક સમયમાં ઉકેલાઈ જશે તેવું લાગે છે અને આ બાબતે ટૂંક જ સમયમાં તમે રાહતની લાગણી અનુભવી શકો છો. લકી સાઈન- સોલ્ટ લેમ્પ
વૃષભ (Taurus) : 20 એપ્રિલ-20 મે - કેટલાક જાણીતા લોકો પોતાની કુશળતાને કારણે તમારા જીવનને અસ્તવ્યસ્ત બનાવી શકે છે. તેઓ તેને તેમના અવ્યવહારુ વલણ અથવા માંગણીઓ સાથે મિક્સ કરીને આવું કરી શકે છે. તમે આવા કેટલાક લોકો અને તેમના આવા વ્યવહારને સહન કર્યા હશે, જો કે હવે તેવુ નહી રહે. કોઈ મોટી તક તમારા માર્ગમાં આવતી દેખાઈ રહી છે. તમને આઉટ ઓફ ટર્ન તરફેણની જરૂર પડી શકે છે. જો તમે કોઈ વ્યવસાયમાં છો, તો તમારે તમારી સમયમર્યાદાની માંગને બમણી કરવી પડશે. લકી સાઈન- સેગ બર્નર
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - તમે કદાચ એવી કોઈ વસ્તુ પર કામ કરી રહ્યા હશો જેની હવે અચાનક માંગ થઈ રહી છે. જો તમે નવા બિઝનેસ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં છો, તો તમને તમારા કામનું પ્રદર્શન કરવામાં મદદ કરવા માટે સારા કોલાબ્રેશન મળી શકે છે. તમારા બિઝનેસ એક્સપાન્શન માટે નાણાકીય સહાયની કોઈપણ પ્રકારની અછત કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ, આગેવાન દ્વારા પૂર્ણ કરવામાં આવી શકે છે. લકી સાઈન- શિમરિંગ ક્લોથ
કર્ક (Cancer) : 22 જૂન-22 જુલાઈ - તમે લાંબા સમયથી પ્રશંસા કરી રહ્યાં હતા તેવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિ અથવા સેલિબ્રિટીને મળશો. તાત્કાલિક પ્રવાસો અને મુસાફરી કરવાના યોગ દેખાઈ રહ્યાં છે. એક નાની દલીલ મોટી ઝંઝટ અથવા વાદ વિવાદનું સ્વરૂપ લઈ શકે છે પરંતુ સમયસર તમે તેને સંભાળી લેશો તો કોઈ હાની થશે નહી. તમારું વર્તન અમુક પ્રકારની અશાંતિ લાવી શકે છે. અન્ય લોકો માટે વસ્તુઓ ગોઠવવામાં તમારી મહત્વપૂર્ણ ભૂમિકા હોઈ શકે છે. લકી સાઈન- નવી દુકાન
સિંહ (Leo): 23 જુલાઈ- 22 ઓગસ્ટ - જો તમે કોઈ પ્રકારની પરીક્ષા અથવા પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યાં હોવ, તો તમારી ઈન્સ્ટીટ્યુશન યોગ્ય હોઈ શકે છે. તમારા ભાગ્યમાં ઉછાળો આવતો જણાય છે જેને લઈને તમને લાભ મળશે. ઘરેલું મોરચે હજુ પણ તમારુ ધ્યાન થોડું ભટકેલુ રહી શકે છે. રોજબરોજની સમસ્યાઓને લીધે, કામના મોરચે પણ તકલીફ પડી શકે છે પરંતુ તે કામચલાઉ છે અને ટૂંક સમયમાં દૂર થશે. તમારે વસ્તુઓ વચ્ચેની સમજણની કુશળતાને માસ્ટર કરવાની જરૂર છે. ધ્યાન અથવા કોઈપણ દૈનિક આધ્યાત્મિક ટેવનો અભ્યાસ ખરેખર મદદરૂપ થશે. લકી સાઈન- સીરમ
કન્યા (Virgo) : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - તમારું વલણ તમારી ધારણાનો માસ્ટર છે અને હાલ તેને મોટી બનાવવાની તક આગળ વધી રહી છે, તમારે તેને સ્વીકારીને આગળ ધપાવવાની જરૂર છે. તે તમારી અપેક્ષાઓથી થોડું અલગ હોઈ શકે છે, પરંતુ તેની માટે તમારા સમર્પણની જરૂર છે. જાહેર સ્થળોએ કોઈપણ સીન ક્રિએટ કરવાનુ ટાળો. નવા પરિચિતો સાથે કામ કરતી વખતે સારી ફર્સ્ટ ઈમ્પ્રેશન ઊભી કરો. તમારું અને અન્ય લોકોનું મનોરંજન કરવા માટે આ સારો સમય છે. લકી સાઈન- નવુ પોસ્ટર
તુલા (Libra) : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - અત્યાર સુધીના પ્રોજેક્ટ પર તમારું સમર્પણ અન્ય લોકો પર સારી ફાઈનલ ઈમ્પ્રેશન ઉભી કરશે. કેટલાક નકારાત્મક લોકો તમારી પ્રગતિમાં અસંતુલન પેદા કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તે લોકોને તમે તમારી આવડતના આધારે સારી રીતે સંભાળી શકો છો. પડોશીઓ તમારા કામમાં દખલ આપી શકે છે.જો કે તેમની સાથે કોઈ વાદ વિવાદ કર્યા વિના તમારે તેમને ફક્ત અવગણવું પડશે. દરેક વસ્તુ દરેક સાથે શેર કરશો નહીં કારણ કે તે બિનજરૂરી મુશ્કેલી પેદા કરી શકે છે. લકી સાઈન- ટ્રી ઓફ લાઈફ
વૃશ્ચિક (Scorpio) : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - તમારું ધ્યાન અને નિશ્ચય તમને બહારથી કમાવામાં મદદ કરી શકે છે. તમારી આસપાસના લોકો તમારા કામ કરવાની રીત પ્રત્યે સાવધ બની શકે છે. તમારે તમારી શૈલી અનુસાર કાર્યો કરવા માટે આ સમયનો લાભ લેવો જ જોઇએ. નાણાકીય સહાય પણ આખરે તમારા સુધી પહોંચશે પરંતુ તદ્દન અણધારી રીતે. નવા અને લાંબા ગાળાના સંસાધન ઉપયોગી થઈ શકે છે. લકી સાઈન- કોરલ
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - તમે ખરેખર ચિંતિત હોવ તે હકીકત હોવા છતાં હાલ પૂરતા બે પગલાં પાછળ જવુ હિતાવહ છે. તમારી સાથે કનેક્ટ થવા માટે લાંબા સમયથી કોઈ રાહ જોઈ રહ્યું હોઈ શકે છે. જો તમે શિક્ષણના ક્ષેત્રમાં છો, તો તમારે તમારા કાર્યને આગળ વધારવા માટે કેટલીક બાકી મંજૂરીઓની રાહ જોવી પડી શકે છે. લકી સાઈન- શોપિંગ બેગ
મકર (Capricorn) :22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - તમે બીજાની ભૂલ માટે પોતાની જાતને દંડિત કરવાનુ છોડી દો. ભૂતકાળનો આંચકો તમને ફરી એકવાર પાછળ ધકેલી શકે છે. જો તમે કોઈપણ લોન માટે અરજી કરી હોય, તો તમારે હજુ પણ જરૂરી મંજૂરીઓ માટે રાહ જોવી પડશે. તમે કોઈ નાના સાઈટ સીન અથવા મિત્રો સાથે લંચ પર જઈ શકો છો. આજે આરામનો દિવસ છે. કોઈ અવગણના કરાયેલ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે તમારે વિશેષ કાળજી લેવી પડી શકે છે. લકી સાઈન- ફ્રેશ પેઈન્ટ
કુંભ (Aquarius) : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે પરંતુ તમે તેને સમયસર સારી રીતે સંભાળી શકશો. તમે માનસિક રીતે તમારા નિયંત્રણમાં ન હોય એવી કોઈ બાબતમાં લીન છો એવું લાગે છે. તેના કારણે, તમે ખરેખર શું કરવાની જરૂર છે તેના પર બેસીને ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તમારે તમારી ચિંતા પર નિયંત્રણ રાખવાની અને તમારી જાતને કેન્દ્રમાં રાખવાની તેમેજ થોડી ધ્યાનની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તમારી રીતે સકારાત્મક વસ્તુઓ આવી રહી છે. લકી સાઈન- બ્લેક ટુરમાલાઇન
મીન (Pisces) : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - કોઈ બાબતને વધુ લાંબો સમય લંબાવવાનું સારું નથી. તમારા રોમેન્ટિક રિલેશનશીપમાં તમારી ખામીઓ વિશે તમારે સાંભળવુ પડશે અને તેને સુધારવા માટે તેના પર પણ કામ કરવું પડશે. નાની નાની બાબતોને તમારા દિલમાં રાખવાથી અંતર જ વધશે. સમયસરની સલાહ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. તમે ગેટ ટુગેઘર અથવા પાર્ટીમાં હાજરી આપી શકો છો. લકી સાઈન- પોલ્કા ડોટ ડ્રેસ