મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - આજનો તમારો દિવસ અન્ય દિવસોથી થોડો અલગ રહી શકે છે. આજનો દિવસ એક્શનથી ભરપૂર દિવસ રહેશે, જેની માટે આજે અગાઉથી જ તમારી જાતને તૈયાર રાખવી પડશે. આજે તમારા ઉર્જાનું સ્તર એલિવેટેડ લાગશે અને તમે કોઈ બાબતને લઈને નવા પ્રયોગ કરવા તૈયાર છો. આજના દિવસે માનસિક શાંતિ મેળવવા માટે અતિશય મેન્ટલ બર્ડન છોડી દો. લકી સાઈન– ફ્લાવર વાસ
વૃષભ (Taurus) : 20 એપ્રિલ-20 મે - આજે તમે તમારી વાસ્તવિક લાગણીઓ કદાચ છુપાયેલી નહી રાખી શકો. આ લાગણીઓ એટલી વધી જશે કે તેને કોઈ સાથે શેર કરવી જરૂરી બની જશે, જેની માટે તમે તમારી આસપાસ કોઈ વિશ્વાસ પાત્ર વ્યક્તિની શોધ કરશો. તમે તમારી આસપાસના લોકો સાથે કેળવેલી કોઈપણ સદ્ભાવના હવે તમારી માટે પણ ઉપયોગી સાબિત થશે. લકી સાઈન– ગુલાબ
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - આજના દિવસે જો કોઈ કામમાં કે વસ્તુમાં તમને સહયોગ કરવાની ઑફર મળી હોય, તો તમારે ચોક્કસથી તે ઓફરનો સ્વીકાર કરવો જોઈએ તેવી ભલામણ કરવામાં આવે છે. તમારા દિવસની શરૂઆત થોડી તણાવપૂર્ણ રહી શકે છે. જો કે, બપોર પછી સાંજના સમયે તમને આમાંથી રાહત મળી શકશે. વધુ આરામ પણ મળી શકે છે. નવા વિચારને આકાર આપવામાં સમય વ્યતિત થઈ શકે છે. લકી સાઈન– ગિફ્ટ બોક્સ