મેષ (Aries): (21 માર્ચ – 19 એપ્રિલ) - જો તમે ફરી કોઇ જૂની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારી જાતને એક સારા કમબેક માટે તૈયાર કરો. કાર્યસ્થળે નવી તક તમને વધુ સારી છબી બનાવવામાં મદદ કરશે. તમને લાંબા સમયથી રાહ જોવાતી આર્થિક સહાય મળી શકે છે. જો તમારા માતાપિતા કંઈક કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તો કોઇ સવાલ કરશો નહીં. લકી સાઇન – સિલ્કનું કાપડ
કર્ક (Cancer) : (22 જૂન – 22 જૂલાઇ) - તમારી નજીકનું વ્યક્તિ તમારા રહસ્યો ખોલી શકે છે. લોકો પર વિશ્વાસ કરતા પહેલા બે વખત વિચારો. રાજકારણ અને સરકારી નોકરી સાથે સંબંધિત લોકોને નવો ચાન્સ મળી શકે છે. તમારી વ્યક્તિગત સિદ્ધિઓની અમુક પ્રકારની તપાસ ટૂંક સમયમાં થઈ શકે છે. નાણાંનો પ્રવાહ હવે વેગ પકડતો જણાય. એકાંતનો સમય શોધવો મુશ્કેલ બને. લકી સાઇન – મરઘી
કન્યા (Virgo) : (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર) - જૂના મિત્ર પર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે તે તમારી અંદર સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. દિવસ સરખામણીએ ધીમો હોઈ શકે છે, પરંતુ તેટલો હળવાશ ભર્યો નહીં હોય. જૂના પડતર કામ તમારો સમય લઇ શકે છે. સાંજનો સમય વધુ મનોરંજક થઇ શકે છે. આવતા સપ્તાહથી કામ પર વર્તમાન પેટર્નને બદલવાની તીવ્ર જરૂર પડી શકે છે. કેટલાક હોમવર્ક અને ખંતની જરૂર પડી શકે છે. લકી સાઇન – કોપર વાયર
તુલા (Libra) : (23 સપ્ટેમ્બર - 23 ઓક્ટોબર) - તમે હાલ વધારે સેલ્ફ મોટીવેટેડ અનુભવી શકો છો. તમારા ખોટા કામનો દોષ કોઈ બીજા પર મૂકવો એ ખોટું હોઈ શકે છે. તમારા ભૂતકાળના અનુભવોને આધારે વિશ્વાસ મૂકવામાં સમસ્યા થઈ શકે છે, જેના પર તમારે પુનઃર્વિચારણા કરવાની જરૂર પડી શકે છે. કાર્ય સ્થળેથી સારા સમાચાર આવી શકે છે. લકી સાઇન – પીળું ગુલાબ
વૃશ્ચિક (Scorpio) : (24 ઓક્ટોબર – 21 નવેમ્બર) - વધુ પડતું એનાલિસીસ કંઇક નવીન આવનાર વસ્તુને અવરોધી શકે છે. દલીલ કરવાની અથવા સહેજ ટ્રિગર પર રહેવાની જરૂર નથી. તમને પ્રકૃતિની નજીક રહેવામાં અથવા ધ્યાન કરવામાં શાંતિ મળી શકે છે. જો કામ પર કોઈ નવો દાખલો સામે આવે છે, તો તમે બેક-અપ યોજનાઓ બનાવવાનું શરૂ કરી શકો છો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે તમારો પરિચય થઈ શકે છે. લકી સાઇન – દેડકો
મકર (Capricorn) :(22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી) - છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી મુસાફરી થોડા વધુ સમય માટે ચાલશે. હકીકતમાં તે તમને નવા વિચારો આપશે. વિરોધી લિંગવાળી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે. તમારા ભવિષ્ય માટેના અમુક કામ પતાવવા થોડો સમય કાઢો અને હાલમાં ચાલતી વિવિધ વસ્તુઓથી ભ્રમિત થશો નહીં. તમારા ઉદ્દેશોને વળગી રહો. લકી સાઇન – પીછું
મીન (Pisces) : (19 ફેબ્રુઆરી – 20 માર્ચ) - નવી વસ્તુઓ આવવાથી રોજિંદુ રૂટિન સાઇડમાં રાખવું પડી શકે છે. માતાનું સ્વાસ્થ્ય સાચવવું. તમે તમારી આસપાસના આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરી શકો છો. કામ પરની કોઈ વ્યક્તિ મુશ્કેલ કાર્ય કરી શકે છે, પરંતુ તમારે તેમાંથી બહાર આવવા તૈયાર રહેવું જોઇએ. વિદેશથી મહેમાનો આવી શકે છે. તમારી નજીકની કોઈ વસ્તુ ખોવાઈ શકે છે. લકી સાઇન – લાકડાનું બોક્સ